બિહામણો કોરોના! ભારતમાં 10 લાખ કેસ માત્ર 11 દિવસમાં નોંધાયા

16 September 2020 11:21 AM
India
  • બિહામણો કોરોના! ભારતમાં 10 લાખ કેસ માત્ર 11 દિવસમાં નોંધાયા

મહામારીની રફતાર ધીમી પડતી નથી; ડબલીંગ રેટ 40 દિવસનો થવા છતાં નવા કેસોનો રાફડો : પ્રથમ 10 લાખ કેસ 167 દિવસમાં નોંધાયા હતા, છેલ્લા માત્ર 11 દિવસમાં: ચાર રાજયોમાં એકટીવ કેસોની સંખ્યા 50000થી વધુ

નવી દિલ્હી તા.16
ભારતમાં કોરોના સંક્રમણમાં કોઈ રાહત નથી અને નવા કેસનો રેકોર્ડ થઈ રહ્યા છે. કુલ કેસની સંખ્યા 50 લાખને પાર થઈ ગઈ છે ત્યારે છેલ્લા 10 લાખ કેસ માત્ર 11 દિવસમાં જ થયા હોવાની આંકડાકીય માહિતી બહાર આવી છે.

ભારત કોરોના રિકવરીમાં નંબર-વન હોવાનો સરકાર દાવો કરી રહી છે. સંક્રમણના આંકડા આમ આદમીને ધ્રુજાવી જ રહ્યા છે. ભારતમાં કોરોના કેસની સંખ્યા 50 લાખને પાર થઈ ગઈ છે તેમાં છેલ્લા 10 લાખ કેસ માત્ર 11 દિવસમાં ઉમેરાયા છે. કુલ મૃત્યુઆંક પણ 82000ને વટાવી ગયો છે.

આંકડાકીય વિશ્ર્લેષણ મુજબ ભારતમાં કોરાનાના પ્રથમ દસ લાખ કેસ 167 દિવસે નોંધાયા હતા. ત્યારબાદ સંક્રમણની રફતાર વધવા લાગી હતી. બીજા 10 લાખ કેસ 21 દિવસમાં, ત્રીજા 16 દિવસમાં, ચોથા 13 દિવસમાં તથા પાંચમાં દસ લાખ કેસ માત્ર 11 દિવસમાં નોંધાયા છે.

કોરોનાની રફતાર ધીમી પડતી ન હોવાની વાસ્તવિકતા વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એમ કહ્યું છે કે મુખ્ય સંક્રમણ મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તામીલનાડુ જેવા રાજયોમાં વધુ છે અને મહતમ કેસ પાંચ રાજયોમાં છે. 18 રાજયો- કેન્દ્ર શાસીત પ્રદેશોમાં એકટીવ કેસોની સંખ્યા 5-5 હજારથી પણ ઓછી છે. 18 રાજયો-કેન્દ્ર શાસીત પ્રદેશોમાં એકટીવ કેસ 500 થી 50000ની વચ્ચે છે. સાજા થયેલા દર્દીઓની સંખ્યા 39 લાખથી વધી ગઈ છે જે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ છે.

સતાવાર આંકડાકીય માહિતી પ્રમાણે ચાર રાજયો એવા છે જયાં એકટીવ કેસની સંખ્યા 50000થી વધુ છે.

ભારતમાં કોરોનાના નવા 90123 કેસ: એક જ દિવસમાં 1290 મોત
ભારતમાં કોરોનાની રફતાર યથાવત છે. આજે સૌથી વધુ 1290 મોતનો રેકોર્ડ સર્જાયો હતો.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના રીપોર્ટ પ્રમાણે ભારતમાં છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન 90123 નવા કેસ નોંધાયા હતા. આ સાથે અત્યાર સુધીના કુલ કોરોના કેસ 50.20 લાક થયા છે તેમાંથી 9.95 લાખ એકટીવ છે. જયારે 39.42 લાખ દર્દી સાજા થઈ ગયા છે. એક દિવસમાં સૌથી વધુ 1290 મોત નોંધાયા હતા અને અત્યાર સુધીનો કુલ મૃત્યુઆંક 82066 થયો છે.

 


Related News

Loading...
Advertisement