‘બંદીશ બેન્ડિટસ’ની બીજી સિઝનની તૈયારીઓ જોરશોરમાં

16 September 2020 11:11 AM
Entertainment India
  • ‘બંદીશ બેન્ડિટસ’ની બીજી સિઝનની તૈયારીઓ જોરશોરમાં

મુંબઇ તા. 16
શ્રેયા ચૌધરી અને રિત્વીક ભૌમિકને લીડ રોલમાં ચમકાવતી ‘બંદીશ બેન્ડિટસ’ વેબ સિરીઝ ઘણી હીટ રહી હતી. જે પછી આ સિરીઝના ચાહકો હવે બીજી સિઝનની આતુરતાથી રાહ જોઇ રહયા છે. આ સિરીઝનાં મેકર્સ અમ્રિતપાલ સિંહ અને આનંદ તિવારી પણ તેના પર કામ કરી રહયા છે.

બીજી સિઝનને લઇને હજુ સતાવાર જાહેરાત થઇ નથી.અમ્રિતપાલે વાત કરતાં જણાવ્યું હતું કે ‘આ અમારા માટે સ્પેશ્યલ શો છે. આ શોને અનેક લોકોએ પસંદ કર્યો હતો. તેથી અમે કોઇ સમાધાન કરવા માંગતા નથી. પહેલી સિઝન કરતાં પણ વધુ સારો શો આપવા માંગીએ છીએ.’


Related News

Loading...
Advertisement