દેશમાં ઓક્સિજનનું સરપ્લસ ઉત્પાદન: રાજયો પુરતો સ્ટોક રાખે

16 September 2020 11:03 AM
India
  • દેશમાં ઓક્સિજનનું સરપ્લસ ઉત્પાદન: રાજયો પુરતો સ્ટોક રાખે

કેન્દ્રએ તમામ રાજયોને એડવાઈઝરી મોકલી

નવી દિલ્હી
દેશમાં કોરોના સંક્રમીત દર્દીઓ જેઓને ઓકસીજન આપવાની આવશ્યકતા વધતા અનેક રાજયમાં મેડીકલ ઓકસીજનની માંગ વધતા કેન્દ્ર સરકારે ઓકસીજનનો પુરતો પુરવઠો ઉપલબ્ધ રાખવા અને જો કોઈ ઘટ હોય તો તે તાકીદે કેન્દ્રને જાણ કરવા જણાવ્યું છે. હાલમાં જ મધ્યપ્રદેશમાં ઓકસીજનની સપ્લાયનો પ્રશ્ન સર્જાયો હતો. ગુજરાતમાં વડોદરામાં પણ ઓકસીજનનો પુરતો જથ્થો ઉપલબ્ધ હોવો જરૂરી છે તેવી માંગ સ્થાનિક તંત્રએ કરી હતી.

દેશમાં ઓકસીજનનો ઉપયોગ ઔદ્યોગીક સ્તરે પણ થાય છે. મેડીકલ ઓકસીજનમાં રોજ 2800 ટન અને ઔદ્યોગીક ઓકસીજન 2200 ટનની રોજની આવશ્યકતા છે જેની સામે કુલ ઉત્પાદન જોતા દેશમાં 1900 ટન ઓકસીજનની સરપ્લસ છે તેવું આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવતા કહ્યું કે રોજનું 6900 ટન ઓકસીજન ભારતમાં ઉત્પાદીત થાય છે તેથી કમીનો પ્રશ્ન જ નથી. રાજયોએ તેમની આવશ્યકતા મુજબ પુરતો પુરવઠો ઉપલબ્ધ રાખવો જોઈએ જેથી ઓકસીજનની કમીનો પ્રશ્ન જ ન રહે.


Related News

Loading...
Advertisement