ટપુસેનાની ટીખળ; ભીડે માસ્ટર સાચે જ ગભરાઈ ગયા

16 September 2020 11:01 AM
Entertainment India
  • ટપુસેનાની ટીખળ; ભીડે માસ્ટર સાચે જ ગભરાઈ ગયા

મુંબઈ તા.16
સબ ટીવી પર પ્રસારીત થતી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલમાં હાલ ગણેશોત્સવનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ કાર્યક્રમમાં શ્રેષ્ઠ પર્ફોમન્સ આપનારાને ટપુસેના ગીફટ આપી રહી છે. તેમાં ટીખળખોર ટપુસેનાએ ભીંડે માસ્ટરને ગીફટરૂપે ગોલીને આપવાનું નકકી કર્યું.

ગોળમટોળ ગોલીને ગીફટ બોકસમાં પેક કરવાનું કામ પ્રોડકશન હાઉસ માટે માથાનો દુ:ખાવો બન્યું હતું. કલાકો સુધી બોકસમાં ગોઠવાયેલો ગોલી એટલો કંટાળ્યો હતો કે થોડી સેકન્ડમાં જ ગિફટ બોકસ તોડીને બહાર નીકળતા ભીંડે માસ્ટર હકીકતમાં ગભરાઈ ગયા હતા.


Related News

Loading...
Advertisement