દિવ્યાંગ પત્ની એડવેન્ચરનો આનંદ માણી શકે તે માટે પતિએ બનાવી અનોખી વ્હીલચેર

16 September 2020 10:48 AM
India World
  • દિવ્યાંગ પત્ની એડવેન્ચરનો આનંદ માણી શકે તે માટે પતિએ બનાવી અનોખી વ્હીલચેર

નવી દિલ્હી,તા. 16
દિવ્યાંગ પત્ની એડવેન્ચર રાઈડનો આનંદ માણી શકે તે માટે અમેરિકાના એન્જીનિયર ઝાક નેલ્સને ખાસ બાઈક બનાવી છે. 2005માં પત્ની કેમ્બ્રી કેલર ઘોડા પરથી પડી જતાં પગ નીચેનો ભાગ ખોટો પડી ગયો હતો.

જે પછી ઝાકે પત્ની કેમ્બ્રી માટે બે ઇલેક્ટ્રીકલ બાઈક ભેગી કરીને વચ્ચે ખુરશી ગોઠવી દીધી હતી. આ અનોખી વ્હીલચેર એક કલાકનાં 15 થી 34 કિ.મી. ઝડપે ચાલી શકે છે. આ અનોખી રાઈડની મજા માણતી કેમ્બ્રીનો વીડિયો યુ ટ્યુબ પર પણ મૂકવામાં આવ્યો છે.


Related News

Loading...
Advertisement