ગટર સાફ કરતા મૃત્યુ પામેલા સફાઈ કામદારના વારસને વળતર મળશે

16 September 2020 10:35 AM
Ahmedabad Gujarat
  • ગટર સાફ કરતા મૃત્યુ પામેલા સફાઈ કામદારના વારસને વળતર મળશે

સરકારે વહીવટી મંજુરી આપી : વારસદારને રૂા.10 લાખનું વળતર મળશે

અમદાવાદ તા.16
રાજયના સામાજીક ન્યાય અને અધિકારિતા વિભાગે સુપ્રીમ કોર્ટના ચુકાદાના અનુસંધાને મૃતક સફાઈ કામદારોના વારસદારોને વળતર પેટે રૂપિયા 10 લાખ ચૂકવવા અંગે 2020/21ના વર્ષ માટે રૂા.1 કરોડની રકમ શરતોનું પાલન કરવાની શરત વહીવટી મંજુરી આપી છે.

વધુમાં જાણવા મળતી વિગત મુજબ આ સહાયની રકમનું ચૂકવણું ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમે કરવાનું રહેશે. વ્યક્તિગત કે સોસાયટી કે પછી કોન્ટ્રાકટર દ્વારા સોંપાયેલી કામગીરી દરમિયાન જો સફાઈ કામદારનું મૃત્યુ નિપજે તો રકમ ચૂકવવાની રહેશે નહીં તેવી પણ સ્પષ્ટતા કરાઈ છે.
આ પરિપત્રમાં જણાવ્યા મુજબ ગટરમાં ગુંગણામણથી થયેલા મૃત્યુના કિસ્સામાં જ આ સહાય મળવાપાત્ર રહેશે.

વધુમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે જો મૃત્યુ પામનાર સફાઈ કામદાર વ્યક્તિગત રીતે એટલે કે સોસાયટી/વ્યક્તિગત મિલ્કતની ગટર સફાઈ માટે ઉતાર્યા હોય તો સ્થાનિક સ્વરાજયની સંસ્થાની કોઈ જવાબદારી ઉપસ્થિત ન થતી હોવાથી આવા કિસ્સામાં સોસાયટીના વહીવટદાર, મેનેજર, વ્યક્તિગત રીતે સુપ્રીમ કોર્ટના 2014ના ચુકાદા અન્વયે રૂા.100 લાખનું ચૂકવણું મૃતક સફાઈ કામદારના વારસદારોને કરવાનું રહેશે.


Related News

Loading...
Advertisement