ધો.12 સાયન્સની પૂરક પરીક્ષાનું 9.26 ટકા પરિણામ: માત્ર 1826 વિદ્યાર્થીઓ પાસ

15 September 2020 07:23 PM
Rajkot
  • ધો.12 સાયન્સની પૂરક પરીક્ષાનું 9.26 ટકા પરિણામ: માત્ર 1826 વિદ્યાર્થીઓ પાસ

વિદ્યાર્થીનીઓએ ફરી બાજી મારી: પુરક કસોટી અને ગુજકેટના ગુણપત્રકોનું એક સાથે વિતરણ

રાજકોટ તા.15
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઓગસ્ટ 2020 માં લેવાયેલી ધો.12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું આજે કંગાળ 9.26 ટકા પરિણામ જાહેર કરી દેવામાં આવેલ છે.ધો.12 વિજ્ઞાન પ્રવાહની આ પુરક પરીક્ષામાં રાજકોટ સહિત રાજયભરમાં 23689 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી માત્ર 1826 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે.શિક્ષણ બોર્ડ દ્વારા આ પરીણામ જાહેર કરવાની સાથે તેની માર્કસશીટો અને ગુજકેટનાં ગુણપત્રકોનું પણ આજે વિતરણ કરી દેવામાં આવેલ છે.

ધો.12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનાં જાહેર કરાયેલા આ પરિણામમાં ગ્રુપવાર પરીણામ જોઈએ તો વિદ્યાર્થીઓનાં એ ગ્રુપમાં 4639 વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા માટે નોંધાયા હતા. જેમાંથી 3483 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જે પૈકીનાં 428 પાસ થતાં એ ગ્રુપનાં વિદ્યાર્થીઓનુ પરીણામ 12.29 ટકા આવેલ છે. જયારે બી.ગ્રુપમાં 7964 વિદ્યાર્થીઓ નોંધાયા હતા.જેમાંથી 6700 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપતા આ બી ગ્રુપના વિદ્યાર્થીઓનું પરીણામ 7.52 ટકા આવેલ છે.

જયારે વિદ્યાર્થીનીઓમાં એ ગ્રુપમાં નોંધાયેલી 886 માંથી 677 વિદ્યાર્થીઓએ આ પૂરક પરીક્ષા આપી હતી જેમાંથી 114 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થતાં વિદ્યાર્થીનીઓનુ એ ગ્રુપનું પરીણામ 16.84 ટકા અને બી ગ્રુપનું પરિણામ 8.80 ટકા રહ્યું છે. આમ ધો.12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનાં પરિણામમાં પણ વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે.


Related News

Loading...
Advertisement