સૌરાષ્ટ્ર યુનિ.ને નવા બાંધકામ માટે 9.20 કરોડની ગ્રાંટ ફાળવતી રાજય સરકાર

15 September 2020 07:21 PM
Rajkot
  • સૌરાષ્ટ્ર યુનિ.ને નવા બાંધકામ માટે 9.20 કરોડની ગ્રાંટ ફાળવતી રાજય સરકાર

રાજકોટ તા.15
સૌરાષ્ટ્ર યુનિ.ને નવા બાંધકામ માટે 9.20 કરોડની ગ્રાંટ રાજય સરકાર દ્વારા ફાળવવામાં આવેલ છે. તેની સાથે નવીનીકરણ માટે પણ 80 લાખની ફાળવણી કરવામાં આવી છે. રાજયના શિક્ષણ વિભાગનાં અગ્રસચીવ અંજુબેન શર્માની અધ્યક્ષતામાં વર્ષ 2020-21 માટે ઈડીએન-30 હેઠળ બાંધકામ સંબંધીત નવા પ્રોજેકટસ અને નવીનીકરણ માટેની ગ્રાંટ ફાળવવા માટેની વર્ચ્યુઅલ બેઠક મળી હતી જેમાં સૌરાષ્ટ્ર યુનિ.નાં કુલપતિ ડો.નીતિનભાઈ પેથાણી તથા ઈન્ચાર્જ કુલસચીવ રાજેશભાઈ માંડલીયા જોડાયા હતા.આ સંદર્ભે સૌરાષ્ટ્ર યુનિ.નાં કુલપતિ ડો.નીતીનભાઈ પેથાણીએ જણાવેલ છે કે સૌરાષ્ટ્ર યુનિ.ને નવા બાંધકામ માટે કુલ રૂા.9.20 કરોડની ફાળવણી કરવામાં આવેલ છે. જેમાંથી રૂા.5 કરોડના ખર્ચે કોમ્પ્યુટર સાયન્સ ભવન 4 કરોડના ખર્ચે આઈકયુએસી ડેટા સેન્ટરનું નિર્માણ થશે તેમજ ગ્રીન પોલીહાઉસ એન્ડ પ્લાંટ ટીસ્યુ કલ્ચર બાયો ટેકનોલોજી માટે રૂા.20 લાખ ફાળવવામાં આવેલ છે.


Related News

Loading...
Advertisement