ચેરમેન જયેશ રાદડિયા બાદ રાજકોટ જિલ્લા બેન્કના વધુ બે કર્મીઓને કોરોના

15 September 2020 07:17 PM
Rajkot
  • ચેરમેન જયેશ રાદડિયા બાદ રાજકોટ જિલ્લા બેન્કના વધુ બે કર્મીઓને કોરોના

15 દિવસમાં 18 કર્મીને કોરોના વળગ્યો: રાદડિયા પોઝિટીવ આવતાં વધુ 75 કર્મીના રિપોર્ટ કરાવાતાં બે કર્મચારી નીકળ્યા કોરોના પોઝિટીવ

રાજકોટ, તા.15
કોરોના હવે રાજકોટને ઉંડા ઉંડા ન્હોર ભરાવતો હોય તેવી રીતે દરરોજ તેનું કાતિલ સ્વરૂપ વધુ વિકરાળ બનાવી રહ્યો છે. કેબિનેટ મંત્રી અને રાજકોટ જિલ્લા બેન્કના ચેરમેન જયેશ રાદડિયા બાદ હવે આજે બેન્કના વધુ બે કર્મચારીઓને કોરોના થયો હોવાનું બહાર આવ્યું છે. 15 દિવસથી કરવામાં આવેલા ટેસ્ટીંગમાં અત્યાર સુધી કુલ 18 કર્મીને કોરોના વળગ્યો છે.
ચેરમેન હોવાને નાતે જયેશ રાદડિયા નિયમિત બેન્કની મુલાકાત લેતાં હોવાથી તેમના સંપર્કમાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હોવાની આશંકા સેવાઈ રહી હતી. જેના કારણે આજે મુખ્ય બ્રાન્ચમાં 75 જેટલા કર્મચારીઓના રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા જે પૈકી બે કર્મચારી કોરોના પોઝિટીવ હોવાનું ખુલતાં કોરોના પોઝિટીવનો કુલ આંક 18એ પહોંચ્યો છે. આ 18માંથી પાંચ કર્મીઓ રાજકોટની મુખ્ય બ્રાન્ચના તેમજ 13 જેટલા કર્મીઓ જિલ્લાની અન્ય બ્રાન્ચના હોવાનું જાણવા મળી રહ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે મંત્રી જયેશ રાદડિયા કોરોના પોઝિટીવ આવ્યા બાદ તેમના સંપર્કમાં આવનારા અન્ય કર્મીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો કેમ કે રાદડિયા ચેરમેન હોવાને નાતે નિયમિત બેન્કની મુલાકાત લેતાં હોવાથી તેમના સંપર્કમાં દરરોજ મોટી સંખ્યામાં કર્મીઓ આવતાં હતા. આ ઉપરાંત તાજેતરની ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની રેલી વખતે પણ રાદડિયા સતત તેમની સાથે રહ્યા હતા.


Related News

Loading...
Advertisement