શેરબજારમાં તેજી : સેન્સેકસ 285 પોઇન્ટ ઉંચકાઇને 39000 વટાવી ગયો : ફાર્મા શેરો ઝળકયા

15 September 2020 06:25 PM
Business
  • શેરબજારમાં તેજી : સેન્સેકસ 285 પોઇન્ટ ઉંચકાઇને 39000 વટાવી ગયો : ફાર્મા શેરો ઝળકયા

રાજકોટ, તા. 1પ
મુંબઇ શેરબજારમાં આજે તેજીનું વલણ રહ્યું હતું. પસંદગીના હેવીવેઇટ શેરોમાં ઉછાળાને પગલે સેન્સેકસ 28પ પોઇન્ટ ઉંચકાઇને 39000ની સપાટી કુદાવી ગયો હતો.
શેરબજારમાં આજે માનસ તેજીનું બની રહ્યું હતું. વિશ્ર્વ બજારના પ્રોત્સાહક અહેવાલો તથા નાણા સંસ્થાઓની લેવાલીની સારી અસર હતી. કોરોનાની આર્થિક નિકાસને ધારણાથી મોટો ફટકો પડવાના રેટીંગ એજન્સીઓના રીપોર્ટને ડીસ્કાઉન્ટ કરવામાં આવ્યો હતો. વૈશ્ર્વિક તેજી તથા માર્કેટમાં ભરપુર લીકવીડીટીને કારણે મોટાભાગના શેરો ઉછળતા રહ્યા હતા.
શેરબજારમાં આજે ફાર્મા શેરો લાઇટમાં હતા. સીપ્લા, રેડ્ડી, સનફાર્મા વગેરે ઝળક્યા હતા. રીલાયન્સ, સ્ટેટ બેંક, એકસીસ બેંક, બજાજ ફાઇનાન્સ, ભારતીય એરટેલ, એચડીએફસી, આઇસીઆઇસીઆઇ બેંક, ઇન્ડુસ ઇન્ડ બેંક, કોટક બેંક વગેરે ઉછળ્યા હતા. મારૂતી, બજાજ ઓટો, આઇશર મોટર્સ, ટાઇટન જેવા અમુક શેરો નબળા હતા.
મુંબઇ શેરબજારનો સેન્સીટીવ ઇન્ડેકસ ર8પ પોઇન્ટ ઉંચકાઇને 39041 હતો જે ઉંચામાં 39079 તથા નીચામાં 387પ3 હતો. નેશનલ સ્ટોક એકસચેંજ 81 પોઇન્ટ ઉછળીને 11પર1 હતો જે ઉંચામાં 11પ34 તથા નીચામાં 1144ર હતો.


Related News

Loading...
Advertisement