ગાંધીનગરમાં સરકારી ભરતી મુદ્દે આંદોલન પૂર્વે જ દિનેશ બાંભણીયા સહિત 25ની અટકાયત

15 September 2020 06:17 PM
Ahmedabad Gujarat
  • ગાંધીનગરમાં સરકારી ભરતી મુદ્દે આંદોલન પૂર્વે જ દિનેશ બાંભણીયા સહિત 25ની અટકાયત
  • ગાંધીનગરમાં સરકારી ભરતી મુદ્દે આંદોલન પૂર્વે જ દિનેશ બાંભણીયા સહિત 25ની અટકાયત

ભરતીની રજૂઆત માટે પહોંચે તે પૂર્વે જ ગૌણ સેવા મંડળની ઓફિસના પ્રવેશ દ્વારથી જ ઉઠાવી લેવાયા

ગાંધીનગર તા.15
શિક્ષિત બેરોજગાર સમિતિના દિનેશ બાંભણિયા સહિત વિવિધ સરકારી ભરતી ના ઉમેદવારો આજે ગૌણ સેવા પસંદગી મંડળ ની ઓફિસ ખાતે રજૂઆત કરવા આવતા અગાઉથી તૈનાત પોલીસે દિનેશ બાંભણિયા સહિત 25 થી વધુ લોકોની અટકાયત કરી હતી.

શિક્ષિત બેરોજગાર યુવા સમિતિ અને સરકારી ભરતીના ઉમેદવારો નિર્માણ ભવન ખાતે આવેલી ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષની કચેરીમાં પડતર પ્રશ્નોની રજૂઆત કરવા આવ્યા હતા. પરંતુ સમિતિના અગ્રણીઓ અને ઉમેદવારો ગૌણ સેવા પસંદગી મંડળની કચેરીમાં પ્રવેશ કરે તે પહેલાં પુરુષ અને મહિલા ઉમેદવારોની પોલીસે અટકાયત કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે એ શિક્ષિત બેરોજગાર યુવાનો અને સરકારી ભરતીના ઉમેદવારો દ્વારા સંભવિત આંદોલનને લઇ પોલીસ વિભાગ છેલ્લા બે દિવસથી એક્શનમાં આવી ગઈ હતી. અને આંદોલનકારીઓ સરકાર સામે મોરચો માંડે પહેલા જ રાજ્યના તમામ આગેવાનો, શિક્ષિત બેરોજગારો સમિતિના સભ્યો પર મોનિટરીંગ કરવા સૂચના આપવામાં આવી હતી.

જોકે શિક્ષિત બેરોજગાર યુવાનો અને વિવિધ સરકારી ભરતી ના ઉમેદવારોના આંદોલન કરવાની અપાયેલી ચીમકીના પગલે લો એન્ડ ઓર્ડર વિભાગ દ્વારા તમામ જિલ્લા પોલીસ વડા ,પોલીસ કમિશનર ને આદેશ કરવામાં આવ્યા હતો. નોંધનીય છે કે શિક્ષિત બેરોજગાર યુવાનો અને વિવિધ સરકારી ભરતી ના ઉમેદવાર આંદોલનકારીઓ આજે ગૌણ સેવા પસંદગી મંડળ અને અન્ય સરકારી કચેરીઓ થકી સરકારમા રજૂઆત કરશે અને સરકાર તરફથી હકારાત્મક ખાતરી આપવામાં આવશે નહીં તો આ આંદોલનકારી ઓ કોઈપણ જગ્યાએ ઉપવાસ પર બેસી શકે તેવી શક્યતાઓ ને ધ્યાને લઇ પોલીસને સતર્ક રહેવાના આદેશ કરવામાં આવ્યા આવ્યા હતા.

જોકે આંદોલનકારીઓએ તેવી ચીમકી ઉચ્ચારી હતી કે સરકાર રજૂઆતોનો યોગ્ય જવાબ નહીં આપે તો શિક્ષિત બેરોજગાર સમિતિ અને સરકારી ભરતી ના ઉમેદવારો ગાંધીનગરમાં કોઈ પણ જગ્યા ઉપર ઉપવાસ આંદોલન શરૂ કરી દેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી પરિણામે સમગ્ર બાબતની હળવાશથી નહીં લેવામાં આવતા રાજ્ય પોલીસ વડાએ સચિવાલય સહિત સમગ્ર ગાંધીનગર અને સત્યાગ્રહ છાવણીને પોલીસ છાવણીમાં પરિવર્તિત કરવામાં આવ્યું હતું. પરંતુ આંદોલનકારીઓની અટકાયત કરવામાં આવતા પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો હતો.


Related News

Loading...
Advertisement