92 ધારાસભ્યો ગૃહમાં, 79 ગેલેરીમાં બેસશે : અધ્યક્ષ

15 September 2020 06:15 PM
Ahmedabad Gujarat
  • 92 ધારાસભ્યો ગૃહમાં, 79 ગેલેરીમાં બેસશે : અધ્યક્ષ

ગુજરાત વિભાનસભામાં કોરોના સુરક્ષા સાથે નવી બેઠક વ્યવસ્થા ગોઠવાઇ : વિધાનસભામાં મુલાકાતીઓને પ્રવેશ નહી : પીએમ-ડ્રાઇવર પણ બહાર જ રહેશે : દરેક ધારાસભ્યનો પ્રવેશ સાથે એન્ટીજન ટેસ્ટ : 25 પત્રકારોને રોટેશન મુજબ કવરેજની છૂટ : દરેકનો ટેસ્ટ ફરજીયાત: 25 સપ્ટેમ્બરથી શરૂ થનારા વિધાનસભા સત્રની સુરક્ષા ગોઠવાઇ

ગાંધીનગર તા.15
કોરોના ની વૈશ્વિક મહામારી વચ્ચે ગુજરાત વિધાનસભાની શિક્ષણ સાથે ચોમાસુ સત્રની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં રાજ્ય સરકારના મંત્રીઓ ઉપરાંત ભાજપ કોંગ્રેસ અને અન્ય રાજકીય પક્ષના સિનિયર ધારાસભ્યો માટે વિધાનસભા ગૃહમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે . જ્યારે અન્ય જુનિયર ધારાસભ્યો માટે અલગ-અલગ 4 ગેલેરીમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આગામી 25મી ઓગસ્ટથી શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે આ સત્ર દરમિયાન કોવિડ 19ની ગાઈડ લાઈન મુજબ ચુસ્ત પાલન કરાવવામાં આવશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રપ્રસાદ ત્રિવેદીએ ટૂંકા સત્રમાં સોશિયલ ડિસ્ટન્સ ઉપરાંત કોવિડ 19નો રેપીડ એન્ટીજન ટેસ્ટ ફરજિયાત કરવાના આદેશ કર્યા છે અને મંત્રીઓ ધારાસભ્યા માટે અલક બેઠક વ્યવસ્થા સાથે કેટલાક કડક નિયમો પણ બનાવ્યા છે .

નોંધનીય છે કે વિધાનસભા ગૃહમાં ચાલનારી કામગીરીમાં ભાગ લેનારા રાજ્ય સરકારના તમામ મંત્રીઓ અને અલગ અલગ રાજકીય પક્ષના ધારાસભ્યો માટે અલગ બેઠક વ્યવસ્થા ગોઠવી છે. ગુજરાત વિધાનસભાના સત્રની કામગીરીમાં અધ્યક્ષ સિવાયના ભાજપ કોંગ્રેસ એનસીપી અને અપક્ષના કુલ 171 સભ્યોએ ગૃહમાં હાજરી આપશે જે પૈકી 92 જેટલા સભ્યો (મંત્રીઓ ઉપરાંત રાજકીય પાર્ટીના સિનિયર ધારાસભ્યો ) વિધાનસભા ગૃહમાં બેસશે, જયારે 79 ધારાસભ્યોની બેઠક વ્યવસ્થા વિધાનસભા અલગ-અલગ ચાર ગેલેરીમાં ગોઠવવામાં આવી છે.

જેમાં ગેલેરી 1માં 26 ધારાસભ્યો, ગેલેરી 2 માં 21. ગેલેરી 3 માં 13 અને ગેલેરી 4 માં 19 .ધારાસભ્યો ની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તો બીજી તરફ આ સત્રમાં અધ્યક્ષે એવો નિર્ણય કર્યો છે કે વિધાનસભાની કાર્યવાહી દરમિયાન મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી સહિત રાજ્ય પ્રધાનમંડળમાં મંત્રીઓના કોઈપણ મુલાકાતીને વિધાનસભામાં પ્રવેશ આપવામાં નહીં આવે એટલું જ નહીં ધારાસભ્યોના અંગત મદદનીશ (પી.એ) તેમના ડ્રાઈવર કે અન્ય કોઈપણ વ્યક્તિને વિધાનસભામાં પ્રવેશ આપવામાં નહીં આવે.

ઉપરાંત તમામ ધારાસભ્યોને ગૃહમાં પ્રવેશ પહેલા રેપીડ એન્ટીજન ટેસ્ટ ફરજીયાત કરવાનો નિર્ણય કરવામાં આવે છે જેના પગલે રાજકીય પાર્ટીની બેઠક સમયે આરોગ્ય વિભાગ માંથી મેડિકલ ટીમો બોલાવીને ધારાસભ્યો ના રીપોર્ટ કરવાનો આદેશ કર્યો છે જોકે કોઈપણ ધારાસભ્ય તેમના મતક્ષેત્રમાંથી અગાઉ રેપિડ એન્ટીજન ટેસ્ટ કરાવ્યા નું પ્રમાણપત્ર લઈને વિધાનસભામાં પ્રવેશ કરશે તો એવા ધારાસભ્યો ના ટેસ્ટ નહીં કરવામાં આવે એટલું જ નહીં રાજકીય પક્ષની બેઠકમાં ગેરહાજર રહ્યા હોય તેવા ધારાસભ્યએ 21 સપ્ટેમ્બર 2020 ના રોજ સચિવાલયમાં તૈનાત મેડિકલ ટીમ પાસે ફરજિયાત ટેસ્ટ કરાવવાનો આદેશ વિધાનસભા અધ્યક્ષે કર્યો છે.

તો બીજી તરફ ગુજરાત વિધાનસભાના મુખ્ય પ્રવેશદ્વાર ઉપર પણ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ફોર્મલ ટ્રેનિંગ અને સેનેટાઈઝરની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે જ્યારે ગુજરાત વિધાનસભામાં ફરજ ઉપર હાજર રહેનારા તમામ પોલીસ સ્ટાફનો પણ રેપીડ એન્ટીજન ટેસ્ટ ફરિજયાત કરવામાં આવશે. જ્યારે પત્રકાર દીર્ઘા માં 50 બેઠકો છે.

પરંતુ આ સત્રમા સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે હેતુથી માત્ર 25 પત્રકારોને જ પત્રકાર ધીર્ધામાં પ્રવેશ આપવામાં આવશે એટલું જ નહીં વિધાનસભાની કાર્યવાહી નું કવરેજ કરતા તમામ મીડિયાકર્મીઓ એ ફરજિયાત રેપીડ એન્ટીજન ટેસ્ટ કરાવવાનો રહેશે અત્રે નોંધનીય છે કે સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ 30 સાંસદ કોરોના ગ્રસ્ત આવતા ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર પ્રસાદ ત્રિવેદી દ્વારા ચોમાસુ સત્ર માટે કડક નિયમો બનાવ્યા છે અને આ નિયમોમાં સોશિયલ ડિસ્ટન્સ અને કોવિડ 19 ટેસ્ટ જેવા મુદ્દાઓ ઉપર વિશેષ ભાર મૂક્યો છે. અને તમામ નિયમોનું ચુસ્ત પાલન કરવાનો આગ્રહ દાખવ્યો છે.


Related News

Loading...
Advertisement