ગુજરાત કેફી દ્રવ્યોનું ટ્રાન્ઝીટ પોઈન્ટ? મોડાસા પાસેથી દોઢ કરોડનું ચરસ પકડાયું

15 September 2020 05:45 PM
Ahmedabad Gujarat
  • ગુજરાત કેફી દ્રવ્યોનું ટ્રાન્ઝીટ પોઈન્ટ? મોડાસા પાસેથી દોઢ કરોડનું ચરસ પકડાયું

બોલીવુડનાં ડ્રગ્સ કાર્ટેલની દેશભરમાં ચર્ચા છે અને તેને કારણે ઠેકઠેકાણે ઘોંસ બોલાવવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતમાંથી આજે વધુ એક કેફી દ્રવ્યોનો જથ્થો પકડાયો છે. બે દિવસ પૂર્વે પોલીસને સંડોવતા કેપી દ્રવ્યોના નેટવર્કનો અમનાવાદમાં પર્દાફાશ થયો હતો. આજે મોડાસામાંથી દોઢ કરોડનું ચરસ પકડી પાડવામાં આવ્યું હતું. ચોકકસ બાતમીને આધારે નાર્કોટીક ક્ધટ્રોલ બ્યુરોએ વોચ ગોઠવી હતી. એક શંકાસ્પદ કારની તલાસી લેતાં 16 કિલો ચરસ મળી આવ્યું હતું.


Related News

Loading...
Advertisement