રાજયસભા સાંસદ છું, પણ બેઠી છું લોકસભામાં છાયા વર્મા બોલ્યા તો ફરી વળ્યું હાસ્યનું મોજું

15 September 2020 05:44 PM
India Politics
  • રાજયસભા સાંસદ છું, પણ બેઠી છું લોકસભામાં છાયા વર્મા બોલ્યા તો ફરી વળ્યું હાસ્યનું મોજું

નવી દિલ્હી તા.15
કોરોના વાયરસના કારણે સંસદમાં બેઠક વ્યવસ્થા બદલાઈ ગઈ છે. સામાન્ય રીતે શાસક-વિપક્ષની પાટલીઓ વચ્ચે ખેંચતાણ અને તુંતું-મેંમેં થતા રહે છે, પણ કયારેક એવા બનાહવો બને છે જયારે સાંસદોમાં રમૂજ ઉભી કરે છે.

આજે સવારે રાજયસભાની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે છતીસગઢના કોંગ્રેસી સાંસદ છાયા વર્માએ સભાપતિ વેંકૈયા નાયડુને જણાવ્યું હતું કે હું રાજયસભાની સભ્ય છું પણ લોકસભામાં બેઠી છું. પોતાની હાજરજવાબી અને વન લાઈનર્સ માટે જાણીતા નાયડુએ લાગતું જ કહ્યું તમારું ડિમોશન થઈ ગયું.

આજે સવારે બીજેપી સાંસદ ડો. વિકાસ મહાત્મે પોતાની વાત હજુ કરી રહ્યા હતા ત્યારે સભાપતિએ છાયા વર્માનું નામ પૂછયું હતું કે છાયાજી કયાં છે? પાછળથી અવાજ આવ્યો કે શ્રીમતી છાયા વર્મા, લોકસભા ગેલેરીથી બોલી રહી છું. ગેલેરી નહીં, લોકસભાથી બોલી રહી છું. રાજયસભાની સભ્ય, તે આટલું બોલ્યા સદનમાં હાસ્ય ફરી વળ્યું હતું. કોંગ્રેસ સાંસદને હાથ ઉઠાવી બતાવવું પડયું કે તે કયાં બેઠા છે.


Related News

Loading...
Advertisement