ચીન જો કોઈ અડપલું કરશે તો વળતો જવાબ અપાશે: રાજનાથ

15 September 2020 05:37 PM
India Politics
  • ચીન જો કોઈ અડપલું કરશે તો વળતો જવાબ અપાશે: રાજનાથ

લોકસભામાં સંરક્ષણ પ્રધાનનું નિવેદન: ચીની ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું: સીમા વિવાદ છે

નવી દિલ્હી તા.15
આજે લોકસભામાં ચીન સામેના લશ્કરી સંઘર્ષ મામલે નિવેદન આપતા સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું કે ભારત અને ચીન વચ્ચે સીમાવિવાદ છે. જેને અત્યાર સુધીતેનો પરસ્પર સ્વીકાર્ય ઉકેલ નથી આવ્યો.તેમણે જણાવ્યું હતું કે મે મહિનામાં ચીને ભારતીય દળોના પેટ્રોલીંગમાં વિધ્ન ઉભું કરવાનો પ્રયાસ કર્યો હતો..

ભારતીય જવાનોએ ગલ્વાનમાં પરાક્રમ બતાવ્યું છે. મેં ખુદ એ લદાખ સરહદે જઈ જેવું છે. ચીની સૈન્યને પણ ભારે નુકશાન થયું હતું.

ચીન તરફથી 29-30 ઓગષ્ટે એલએસી પર કાર્યવાહી કરી હતી, પણ ભારતીય લશ્કરે એ ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું. ભારતીય લશ્કર તમામ સમજુતીઓનું પાલન કરે છે પણ ચીન નથી કરતું.
ચીને પોતાની સીમામાં મોટી સંખ્યામાં સેનાબળ તહેનાત કર્યું છે, ભારત પણ વળતી કાર્યવાહી માટે તૈયાર છે.

તેમણે જણાવ્યું હતું કે ભારત સરહદ પર શાંતિપૂર્ણ વાતાવરણ રાખવા કટીબદ્ધ છે, પણ એ સાથે સ્વાભિમાની રક્ષા માટે પણ તૈયાર છે.સશસ્ત્ર દળોનો જુસ્સો યથાવત છે, તેમના સામે કોઈએ શંકા રાખવી ન જોઈએ. રાજનાથસિંહે જણાવ્યું હતું કે લશ્કરે શૌર્યની જરૂર પડી ત્યાં શૌર્ય બતાવ્યું અને સંયમ દાખવવાની જરૂર પડી ત્યાં સંયમ દાખવ્યો છે.

ભારત કોઈ ષડયંત્ર ચલાવી નહી લે તેવો ચીનને સંદેશ આપવામાં આવ્યો છે.


Related News

Loading...
Advertisement