ડ્રગ-દાગી સેલીબ્રીટીએ એન્ડોર્સ કરેલી બ્રાંડ 82% લોકો ખરીદ નહીં કરે

15 September 2020 05:17 PM
Entertainment India
  • ડ્રગ-દાગી સેલીબ્રીટીએ એન્ડોર્સ કરેલી બ્રાંડ 82% લોકો ખરીદ નહીં કરે

સારાઅલી ખાન, રાકુલ પ્રીત સિંહની કારકિર્દી રોળાઈ જશે: સર્વે

મુંબઈ તા.15
એકટર સુશાંત સિંહના મૃત્યુ કેસની તપાસમાં નશીલા પદાર્થોના દુષણના આક્ષેપથી બોલીવુડ ઈન્ડસ્ટ્રી ઘેરાઈ ચૂકી છે ત્યારે તાજેતરના એક અભ્યાસમાં જણાયું છે કે દર્શકો ડ્રગ-દૂષણને સેલીબ્રીટીઓની ઈમેજ અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે નકારાત્મકપણે જોવે છે.

ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ હ્યુમન બ્રાન્ડસએ 12-13 સપ્ટેમ્બરે ટેલીફોનીક સર્વે કરી 18થી30 વર્ષની વયના યુવાનો-મહિલાઓનો મત જાણવા પ્રયાસ કર્યો હતો. સર્વેમાં તેમને પૂછવામાં આવ્યું હતું કે દોષિત ઠરેલી સેલીબ્રીટીઓએ એન્ડોર્સ કરેલી ચીજો તમે ખરીદશો કે નહીં.

બોલીવુડમાં ડ્રગની બોલબાલા વિષે રીયા ચક્રવર્તીએ ચોંકાવનારા ખુલાસા કર્યા એના પગલે આ સર્વે કરાયો છે.

સર્વેમાં આવરી લેવાયેલા 497 ઉતરદાતાઓ પૈકી 82% એ જણાવ્યું હતું કે સેલીબ્રીટીઓ દ્વારા માદક પદાર્થોના સેવનથી તે બિનભરોસાપાત્ર બની છે, અને તે આવી સેલીબ્રીટીઓ દ્વારા એન્ડોર્સ કરાયેલી કોઈપણ બ્રાંડ ખરીદ નહીં કરે, અંદાજે 92% ઉતરદાતાઓએ જણાવ્યું હતું કે ગત સપ્તાહમાં જાહેર થયેલા નામોની તેમને ખબર છે.

લગભગ 88% લોકોએ જણાવ્યું હતું કે આવી બદનામ સેલીબ્રીટીઓ ઉપયોગ કરનારી બ્રાંડ તેની વિશ્વસનીયતા ગુમાવશે અને તે કદાચ બ્રાન્ડમાં વિશ્વાસ મુકવાનું બંધ કરશે. સર્વેમાં જણાવ્યું હતું કે રીયા ચક્રવર્તીએ સારા અલીખાન અને રાકુલ પ્રીતનું નામ આવ્યા પછી તેમની કેરીયરને મોટો ફટકો પડશે અને લાંબા ગાળે તેમની ઈમેજને ધકકો લાગશે.


Related News

Loading...
Advertisement