ચીનની ચાલબાજીનો સેટેલાઈટની તસ્વીરમાં પર્દાફાશ

15 September 2020 05:12 PM
World
  • ચીનની ચાલબાજીનો સેટેલાઈટની તસ્વીરમાં પર્દાફાશ

તનાવ ઘટાડવાની વાતો વચ્ચે બોર્ડર પર ઓપ્ટીકલ ફાઈબર કેબલ બિછાવતું ચીન

લેહ તા.15
એક બાજુ ભારત અને ચીન વચ્ચે તનાવ ઓછો કરવા માટે ઉચ્ચ સ્તરીય વાતચીત થઈ રહી છે ત્યારે ચીન તેની ચાલબાજીમાંથી ઉંચુ નથી આવતું. ચીન બોર્ડર પર ઓપ્ટીકલ ફાઈબર કેબલ બિછાવી રહ્યું હોવાની ચોંકાવનારી હકીકત સેટેલાઈટ દ્વારા બહાર આવી છે.

અધિકારીઓનું કહેવું છે કે સીમા પર પોતાનું સંચાર તંત્ર મજબૂત કરવા માટે ચીની સેના (પીએલએ) પેંગોંગ સરોવરના દક્ષિણ ભાગમાં ઓપ્ટીકલ ફાઈબર બિછાવી રહી છે. અધિકારીઓનું માનીએ તો પીએલએનું વલણ સીમા પર લાંબા સુધી રહેવાનું છે.

સેટેલાઈટ તસ્વીરોમાં પેંગોંગ તળાવના દક્ષિણ ભાગમાં રેતીવાળી જગ્યાએ અસામાન્ય લાઈનો નજરે પડી હતી. બાદમાં આ બારામાં ભારતીય અધિકારીઓને એલર્ટ કરાયા હતા.

એક અધિકારીએ જણાવ્યું હતું કે આ રીતે ચીન દ્વારા ઓપ્ટીકલ ફાઈબર બિછાવવા ખૂબ જ સંવેદન શીલ બાબત છે. જો આપ રેડિયો અર્થાત વાયરલેસ પર વાત કરતા હો તો તેને પકડી શકાય છે પણ ઓપ્ટીકલ ફાઈબલ કેબલ પર સંચાર સુરક્ષિત હોય છે.


Related News

Loading...
Advertisement