લદાખ પછી સંયુક્ત રાષ્ટ્ર સંસ્થામાં પણ ચીનને મહાત આપતું ભારત

15 September 2020 05:02 PM
India World
  • લદાખ પછી સંયુક્ત રાષ્ટ્ર સંસ્થામાં પણ ચીનને મહાત આપતું ભારત

ઈકોનોમીક એન્ડ સોશ્યલ કાઉન્સીલના કમીશન ઓન સ્ટેટસ ઓફ વીમેનના સભ્યપદે ચૂંટાયું

ન્યુયોર્ક તા.15
યુનાઈટેડ નેશન્સમાં ભારતે ચીનને મહાત આપી ઈકોનોમીક એન્ડ સોશ્યલ કાઉન્સીલ (ઈકોલોક) સાથે સંકળાયેલા કમીશન ઓન સ્ટેટસ ઓફ ધી મેન પંચમાં (સીએલડબલ્યુ) સ્થાન મેળવ્યું છે. આ પંચ મહિલાઓની સ્થિતિ વિષે કામ કરે છે.

યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટી.એસ.તિરુમૂર્તિએ આ જાણકારી આપી હતી. તિરુમૂર્તિએ જણાવ્યું હતું કે ભારત ઈકોલોકની મહિલાઓની સ્થિતિ સંબંધી પંચ (સીએલડબલ્યુ)માં ચૂંટાયું. આ દર્શાવે છે કે મહિલાઓ વિષે આપણી પ્રતિબદ્ધતા કેવા સ્વરૂપની છે અને મહિલા સશક્તિકરણની દિશામાં આપણે કેટલું કામ કરી રહ્યા છીએ. અમે તમામ સભ્યોનો આ માટે આભાર માનીએ છીએ.

આ વર્ષે પ્રતિષ્ઠિત પેઈચીંગ વર્લ્ડ કોન્ફરન્સની 25મી વર્ષગાંઠ ઉજવાઈ રહી છે અને યોગાનુયોગ એ વચ્ચે ચીનને ઝટકો લાગ્યો છે. ભારત હવે આ પંચનું ચાર વર્ષ માટે સભ્ય રહેશે. પંચમાં સ્થાન મેળવવા ભારત, ચીન અને અફઘાનીસ્તાન વચ્ચે સ્પર્ધા હતી. ભારત અને અફઘાનીસ્તાનને 54માંથી બહુમતી સભ્યોનો સાથ મળ્યો હતો, જયારે ચીનને નિરાશા સાંપડી હતી.

અગાઉ, 18 જૂન 2020એ ભારત યુએન સલામતી સમીતીમાં બિનકાયમી સભ્ય તરીકે ચૂંટાયું હતું. એ ચૂંટણીમાં 192માંથી ભારતને 184 મત મળ્યા હતા, જીતવા માટે માત્ર 128 મત જરૂરી હતી.


Related News

Loading...
Advertisement