સી.આર.પાટીલ કોરોના મુક્ત: ત્રીજો રીપોર્ટ નેગેટીવ આવ્યો: કાલે હોસ્પીટલમાંથી રજા અપાશે

15 September 2020 04:51 PM
Ahmedabad Gujarat
  • સી.આર.પાટીલ કોરોના મુક્ત: ત્રીજો રીપોર્ટ નેગેટીવ આવ્યો: કાલે હોસ્પીટલમાંથી રજા અપાશે

ભાજપ પ્રમુખે ખુદે ટવીટ કરી ‘સારા’ સમાચાર આપ્યા

રાજકોટ: ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યો છે અને તેઓને આવતીકાલે અપોલો હોસ્પીટલમાંથી રજા અપાશે.
શ્રી પાટીલના સતત બે આર.ટી.પી.સી.આર. રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા અને તેથી તેમના સ્વાસ્થ્ય અંગે ચિંતા સર્જાઈ હતી પણ આજે ખુદ શ્રી પાટીલે ટવીટ કરી તેમનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યો હોવાનું જણાવ્યું છે. શ્રી પાટીલ પર આ ત્રીજો આર.ટી.પી.સી.આર. ટેસ્ટ થયો હતો જેમાં પ્રથમ બે પોઝીટીવ આવ્યા હતા અને 24 કલાકમાં જ તેઓ સંક્રમણ મુક્ત થયા છે. શ્રી પાટીલે જણાવ્યું કે આવતીકાલે તેમને હોસ્પીટલમાંથી રજા અપાશે. જો કે માનવામાં આવે છે કે થોડા દિવસ તેઓ આરામ કર્યા બાદ ફરી ભાજપ પ્રમુખ તરીકેની જવાબદારી આગળ વધારાશે. તેઓની પ્રદેશ પ્રમુખ તરીકેની વરણી બાદ અડધા ગુજરાતનો પ્રવાસ કર્યો છે અને સૌરાષ્ટ્રમાં ભાવનગર-અમરેલીનો પ્રવાસ મુલત્વી રખાયો હતો.


Related News

Loading...
Advertisement