મોરબીના હળવદમાંથી ગુમ થયેલી યુવતીની ભાળ મળી

15 September 2020 03:52 PM
Morbi
  • મોરબીના હળવદમાંથી ગુમ થયેલી યુવતીની ભાળ મળી

માળીયાના દહીંસરાના આધેડનું બાઇક સ્લીપ થતાં ઇજા : સારવારમાં

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.15
મેારબીના હળવદમાંથી ગુમ થયેલ યુવતી રાજકોટ ખાતેથી મળી આવેલ છે. મોરબીના જીલ્લા પોલીસવડા એસ.આર.ઓડેદરાએ ડીવાયએસપી રાધિકા ભારાઇ સહીતના મોરબી પોલીસ વિભાગને જીલ્લામાંથી ઘણા લાંબા સમયથી ગુમ થનાર બાળકો, મહિલા, સગીર તથા અપહરણના ગુન્હામાં ભોગબનનાર કેજે મળી આવતા ન હોય જેઓને શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે મોરબી ડીવાયએસપી ભારાઇ દ્રારા ટીમ બનાવવામાં આવેલ જેમાં હરેશભાઇ આગલ તથા સ્ટાફના વિક્રમભાઇ કુંગસીયા, રમેશભાઇ મિયાત્રા, સિધ્ધરાજસિંહ ઝાલા, રણજીતદાન ગઢવી તથા કેતનભાઇ અજાણા વિગેરેને આ કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે તેઓએ તપાસ કરતા હળવદ પોલીસ મથકના વિસ્તારમાંથી ગત તા.6-8-20 ના ગુમથનાર પ્રિયંકાબેન અજીતભાઇ પરમાર (ઉ.વ .19) રહે. હળવદ જી.મોરબી વાળી રાજકોટના નાણાવટી ચોક વિસ્તારમાં હોવાની હકીકત મળતા હકીકતવાળી જગ્યાએ જઇને તા.14-9 ના રોજ તપાસ કરતા ગુમ થયેલ પ્રિયંકાબેન મળી આવેલ હોય જેથી તેઓને હળવદ પોલીસને સોંપીને ત્યાડથી તેણીના પરીવારને સોંપવાની તજવીજ કરી હતી.

આધેડ સારવારમાં
મોરબીના માળીયા મીંયાણા તાલુકામાં આવેલા દહીંસરા ગામના રહેવાસી રાણાભાઈ બીજલભાઈ મિયાત્રા નામના 50 વર્ષના આધેડ ગામમાં જ બાઈક લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન બાઈક સ્લીપ થઈ જતા સર્જાયેલા અકસ્માતમાં ઈજા થવાથી રાણાભાઇ મિયાત્રાને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યા હતા.

મજુર સારવારમાં
મોરબીના જેતપર-બેલા રોડ ઉપર પાવડીયારી કેનાલ પાસે આવેલ રોકલેન્ડ વિટ્રીફાઇડ નામના યુનિટમાં કામ દરમિયાન ઇજાઓ થવાથી મોહનભાઈ મલમભાઇ નામના મજૂર યુવાનને સારવાર માટે અત્રેની સમર્પણ હોસ્પિટલ ખસેડાયા હોવાનું પોલીસે જણાવ્યું છે.જયારે મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ તીર્થંક પેપર મીલમાં કારખાનામાં થયેલ મારામારીના બનાવમાં કિરણદેવી સુરેશભાઈ શ્રીનિવાસ નામની 28 વર્ષની મજૂર મહિલાને પણ ઇજા થતાં તેણીને અહીંની સિવિલે સારવારમાં લાવવામાં આવી હતી.


Loading...
Advertisement