સુરેન્દ્રનગરના કાપડના વેપારી હરેશભાઇનું કોરોનાના કારણે અવસાન : વેપારીઓમાં ભયનો માહોલ

15 September 2020 03:51 PM
Surendaranagar
  • સુરેન્દ્રનગરના કાપડના વેપારી હરેશભાઇનું કોરોનાના કારણે અવસાન : વેપારીઓમાં ભયનો માહોલ

(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. 15
સુરેન્દ્રનગર શહેરમાં તેમજ જીલ્લાના તાલુકાઓમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધતી જઈ રહી છે ત્યારે એની સામે મૃત્યુની પણ સંખ્યા સુરેન્દ્રનગર શહેરમાં વધવા લાગી છે ત્યારે આજે સુરેન્દ્રનગર શહેરના એક કાપડના વેપારી કોરોના ના કારણે રાજકોટમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું.

આ અંગેની જાણવા મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર શહેરની આચાર્ય માર્કેટમાં કાપડની દુકાન ચલાવતા આશિષ શોપિંગ સેન્ટરના હરેશભાઈ નું કોરોનાવાયરસના કારણે રાજકોટ સારવાર દરમિયાન મોત નિપજતા સુરેન્દ્રનગર શહેરની આચાર્ય માર્કેટ અડધો દિવસ બંધ રાખી એને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી

ત્યારે હાલમાં વેપારીનું મોત નિપજતા માર્કેટમાં શોકનો માહોલ છવાઇ જવા પામ્યો છે.
જ્યારે જાણવા મળતી વિગતો અનુસાર આ અગાઉ આજ માર્કેટમાં અગરબત્તીના વેપારીનું પણ કોરોનાવાયરસના કારણે મોત નિપજતા આજ માર્કેટમાં બે વેપારીઓ કોરોનાવાયરસના કારણે મોતને ભેટયા છે ત્યારે માર્કેટમાં વેપારીઓમાં પણ ભયનો માહોલ સર્જાવા પામ્યો છે.


Loading...
Advertisement