હળવદના માથકમાં મામલતદારના હુકમ બાદ રસ્તો ખોલવા ગયેલા ખેડૂતને ધમકી

15 September 2020 03:50 PM
Morbi
  • હળવદના માથકમાં મામલતદારના હુકમ બાદ રસ્તો ખોલવા ગયેલા ખેડૂતને ધમકી

બે શખ્સો સામે પોલીસમાં ફરિયાદ

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.15
હળવદ તાલુકાના માથક ગામે રહેતા ખેડૂતને વાડી સુધી જવાના રસ્તા બાબતે મનદુખ ચાલતું હતું. તે બાબતનો કેસ મામલતદાર કોર્ટમાં ચાલી જતાં ફરિયાદી યુવાનની તરફેણમાં ચુકાદો આવ્યો હતો માટે વાડી સુધી જવાનો રસ્તો ખુલ્લો કરવા માટે યુવાન જતા બે શખ્સોએ યુવાનને ટાંટિયા ભાંગી નાખવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના માથક ગામે રહેતા અશોકભાઈ બીજલભાઈ પરમાર (ઉંમર 41) ને તેઓની વાડી સુધી ચાલવાના રસ્તા બાબતે પ્રેમજીભાઈ અરજણભાઈ પરમાર અને ગોરધનભાઈ અરજણભાઈ પરમાર સાથે મનદુ:ખ ચાલતું હતું. આ બાબતનો કેસ છેલ્લા ઘણા સમયથી હળવદ મામલતદાર કોર્ટમાં ચાલતો હતો જેમાં ફરિયાદી અશોકભાઈ પરમાર તરફે ચુકાદો આવ્યો હતો.

વાડીનો રસ્તો ચાલુ કરવા માટેનો મામલતદાર દ્વારા હુકમ કરવામાં આવેલ છે જેથી અશોકભાઈ તેની વાડી સુધી જવાનો રસ્તો ચાલુ કરવા માટે જતા પ્રેમજીભાઈ અને ગોરધનભાઈએ ઉશ્કેરાઈ જઈને તેઓને ટાંટિયા ભાંગી નાખવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી માટે ભોગ બનેલા અશોકભાઈએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ઉપરોકત બન્ને શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ કરેલ છે.


Loading...
Advertisement