સુરેન્દ્રનગર-વઢવાણમાં પ્રાથમિક સુવિધાઓના અનેક પ્રશ્નો : નગરપાલિકામાં ઉગ્ર રજૂઆત

15 September 2020 03:49 PM
Surendaranagar
  • સુરેન્દ્રનગર-વઢવાણમાં પ્રાથમિક સુવિધાઓના અનેક પ્રશ્નો : નગરપાલિકામાં ઉગ્ર રજૂઆત

(ફારૂક ચૌહાણ)
વઢવાણ,તા. 15
વઢવાણ સીટી તેમજ સુરેન્દ્રનગર બંને શહેરોની નગરપાલિકામાં અંદાજે 2020ના મધ્યસમય સુધી ભારતીય જનતા પક્ષનું શાસન હતું. તેમના શાસન દરમિયાન વિકાસના કરોડો રુપિયાના કામો વઢવાણ શહેર સુરેન્દ્રનગરમાં તયા હતાં. આ તમામ વિકાસના કામોની ગુણવત્તા વરસાદના કારણે પ્રજા સમક્ષ ખુલ્લા પડી ગયેલ છે તેવું લોકમુખે ચર્ચા થાય છે.

જાહેર રસ્તાઓ ઉપર અને શેરીઓમાં વરસાદી પાણીના નિકાલના યોગ્ય આયોજનના અભાવે ઠેર ઠેર લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા. ઓગસ્ટ માસમાં તથા સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયા સુધી લોકોને પોતાનાં ઘરની બહાર નીકળવું મુશ્કેલ હતું.

આજે પણ ઘણી જગ્યાએ શેરીઓમાં તથા જાહેર રસ્તાઓ ઉપર પાણી ભરાયેલા છે. 2020માં નવા બનેલા રસ્તાઓ તૂટી ગયેલા છે. ભૂગર્ભ રસ્તાઓ તૂટી ગયેલા ચે. ભૂગર્ભ ગટરની કુંડીઓનાં ઢાંકણા તૂટેલા છે. ઘણી જગ્યાઓએ કુંડીઓ તૂટેલી છે. ઘણી કુંડીઓ ઉપર ઢાંકણાઓ જ નથી. ઘણા બધા શહેરનાં વિસ્તારોમાં ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા જ નથી. ખુલ્લી ગટરોની યોગ્ય જાળવણી કરવામાં આવતી નથી.

પરિણામે લોકો માંદા પડે છે.સુરેન્દ્રનગર વઢવાણ શહેરના ઘણા બધા મુખ્ય રસ્તાઓ ખાડાઓથી છવાયેલા છે જેમ કે જવાહર ચોકથી સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા જવાનો રસ્તો પૂરો તૂટેલો છે. પ્રજાએ ભરેલા કરવેરાના કરોડો રુપિયા વિકાસ પાછળ કરેલા ખર્ચ માત્ર કાગળ ઉપર જ રહી ગયેલ છે. મેળાનું મેદાન વરસાદી પાણીથી ભરેલ છે તેમ છતાં નગરપાલિકા મેળાના મેદાનને સ્વચ્છ કરતી નથી. ધોળીધજા ડેમ પૂરેપૂરો પાણીથી ભરેલો હોવા ચતાં નગરપાલિકાનાં અયોગ્ય વહીવટના કારણે શહેરીજનોને એકાંતરે પણ નિયમિત પીવાનું પાણી મળતું નથી. ઘણી વખત પાંચ-પાંચ દિવસે પાણી મળે છે.

તૂટેલા રસ્તાઓને યોગ્ય સાંધવાનું કામ તુરત હાથ ધરવા જે જે જાહેર રસ્તાઓમાં પાણી ભરાયેલા છે તે પાણીના નિકાલની વ્યવસ્થા કરવા તૂટેલી ભૂગર્ભ ગટરોની મરામત ખુલ્લી ગટરોને સાફ કરવી, વઢવાણ સુરેન્દ્રનગરની પ્રજાને એકાંતરે પુરતું પાણી મળે તેની વ્યવસ્થાની માંગ અશોક પારેખે કરી છે અને નગરપાલિકામાં રજૂઆત કરી છે.


Loading...
Advertisement