કોરોના પ્રભાવીત કચ્છની મુલાકાત લેતા આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરે

15 September 2020 03:47 PM
kutch
  • કોરોના પ્રભાવીત કચ્છની મુલાકાત લેતા આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરે

અંજાર પ્રાંત કચેરી ખાતે બેઠક યોજી કોરોના અંગે સમીક્ષા કરી

ભૂજ તા.15
દરમ્યાન, કચ્છમાં કોરોના વાઇરસ અંગે સમીક્ષા કરવા આવેલા રાજયના આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરેએ આજે કચ્છના કોવિડ 19ના પ્રભારી રાજકુમાર બેનીવાલ અને જિલ્લા કલેકટર પ્રવિણા ડી.કે.સાથે અંજાર પ્રાંત કચેરીએ એક સંયુકત બેઠક યોજી અંજાર-ગાંધીધામ વિસ્તારમાં કોરોના સંક્રમણ સંદર્ભે સમીક્ષા કરી હતી. શિવહરેએ આ વિસ્તારમાં આવેલી કોવિડ-19 હોસ્પિટલોમાં દર્દીઓ માટે બેડની સંખ્યા વધારવા પર ભાર મુકયો હતો. તમામ હોસ્પિટલોમાં દર્દીઓને સારી ગુણવત્તાનું ભોજન અને મિનરલ વોટર પુરૂ પાડવા તાકીદ કરી હતી. તેમણે તમામ કોવિડ હોસ્પિટલોમાં હેલ્પડેસ્ક અને હેલ્પ લાઇન શરૂ કરવા સૂચન કરી હોસ્પિટલોમાં સ્વચ્છતા જાળવવા પર ભાર મુકયો હતો. તેમણે તમામ પ્રાંત અધિકારી કચેરીઓ પર કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ શરૂ કરવા તાકીદ કરી હતી. બેઠકમાં સ્થાનિક અધિકારીઓ, તબીબો અને કર્મચારીઓના રીવ્યુ મેળવી જરૂરી મેનપાવર ફાળવવા અને સુવિધા વધારવા માર્ગદર્શન આપ્યું હતું.


Loading...
Advertisement