સુરેન્દ્રનગર પાલિકાના વોર્ડ નં.4માં વિવેકાનંદ સોસાયટીમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકોમાં રોષ

15 September 2020 03:45 PM
Surendaranagar
  • સુરેન્દ્રનગર પાલિકાના વોર્ડ નં.4માં વિવેકાનંદ સોસાયટીમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકોમાં રોષ

(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. 15
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં પાલિકા તંત્ર દ્વારા પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં આવે છે પરંતુ શહેરના અનેક વોર્ડમાં આવેલ છેવાડાના વિસ્તારોમાં તંત્ર દ્વારા પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં ન આવતાં રહિશોને હાલાકી પણ પડી રહી છે ત્યારે પાલિકાના વોર્ડ નં.4માં આવેલ વિવેકાનંદ સોસાયટીમાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.વોર્ડ નં-4માં વરસાદી પાણી ભરાવાની સમસ્યા મુદ્દે સ્થાનિક રહીશોની રજૂઆત છતાં તંત્રના પેટનું પાણી હલતું નથીઆ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ નગરપાલિકાના વોર્ડ નં.4માં આવેલ વિવેકાનંદ-3 સોસાયટીમાં મહાદેવના મંદિરની આસપાસના વિસ્તારોમાં પાણીના નિકાલની વ્યવસૃથા ન હોવાથી રોડ પર ધુંટણસમાણા પાણી ભરાઈ ગયાં છે.

તેમજ લાંબા સમયાૃથી પાણી ભરાઈ રહેતાં લીલ પણ જામી ગઈ હોય રાહદારીઓ સહિત બાઈકચાલકો લીલના કારણે લપસીને નીચે પટકાય છે. જ્યારે પાણીનો નિકાલ ન થતાં મચ્છરોનો ઉપદ્રવ તેમજ ગંદકી ફેલાતા રોગચાળો ફેલાવાની દહેશત પણ સેવાઈ રહી છે જે અંગે તંત્રને અનેક વખત રજુઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ભુગર્ભ ગટરો પણ છલકાતા તેના પાણી રહેણાંક સોસાયટીમાં ફેલાતા હાલાકી પડી રહી છે ત્યારે તાત્કાલીક આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી રહિશોની માંગ ઉઠવા પામી છે.


Loading...
Advertisement