સુરેન્દ્રનગર મહેતા માર્કેટમાં સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ

15 September 2020 03:44 PM
Surendaranagar
  • સુરેન્દ્રનગર મહેતા માર્કેટમાં સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ

(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. 15
સુરેન્દ્રનગર શહેરની મહેતા માર્કેટમાં કોરોનાવાયરસ ના જગ જાહેર માં બોલતા ધજાગરા વેપારીઓ સહિત ના ગ્રાહકો પણ કોરોનાવાયરસ ને લઈ અને લાપરવા સુરેન્દ્રનગર શહેરમાં દિન-પ્રતિદિન કોરોનાવાયરસ નો રોગ વધારે પ્રેમ કરતો જાય છે જ્યારે મોતનો આંક પણ વધતો જઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર શહેર ની નેતા માર્કેટમાં સરેઆમ કોરોનાવાયરસ ના ધજાગરા ઊડી રહ્યા છે.

જ્યારે સવાર ના સમયથી લઇને રાત્રીના સમય સુધી બહારના રાજયોમાંથી ટ્રકો આ માર્કેટમાં માલ મોકલવા માટે આવન-જાવન કરી રહી છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં મહેતા માર્કેટમાં સંકળામણ પણ વધી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર શહેર ની આ મહેતા માર્કેટમાં ગામે ગામથી લોકો હટાણા કરવા માટે પણ આવતા હોય છે ત્યારે વહેલી સવારના એક બાજુ બહારના રાજ્યોમાંથી આવેલા ટકો માલ ખાલી કરવા માટે ઉતાવળા થતા હોય છે

ત્યારે એક બાજુ હટાણું કરવા વાળા માણસો પણ આમથી આમ દોડાદોડી કરતા જોવા મળી રહ્યા છે અત્યારે માર્કેટમાં પણ કોરોનાવાયરસ નો અનેક વેપારી લોકો પણ ભોગ બન્યા છે ત્યારે સાવચેતીના ભાગરૂપે જરા પણ દરકાર કરવામાં આવતી નથી હટાણું કરવા આવનાર લોકો મોઢા ઉપર માસ્ક સુધા બાંધતા નથી ત્યારે હાલમાં આ માર્કેટમાં લોકોની સલામતી ઉપર મોટો સવાલ ઉદભવ્યો છે ત્યારે તંત્ર દ્વારા આ માર્કેટમાં સલામતી માટે વ્યવસ્થા ગોઠવે તેવી જરૂરિયાત વર્તાઇ રહી છે.


Loading...
Advertisement