‘મારે પણ ધોની જેવું બનવું છે’ - સાઉથ આફ્રિકન ક્રિકેટર

15 September 2020 03:20 PM
Sports
  • ‘મારે પણ ધોની જેવું બનવું છે’ - સાઉથ આફ્રિકન ક્રિકેટર

મુંબઇ, તા. 15
આમ તો મહેન્દ્રસિંહ ધોનીના અનેક ચાહકો છે તેમાં હવે સાઉથ આફ્રિકન ક્રિકેટર ડેવિડ મિલરનો ઉમેરો થયો છે. રાજસ્થાન રોયલ્સ વતી આઇપીએલમાં રમતા ડેવિડે ધોનીના વખાણ કરતા જણાવ્યું હતું કે, ‘ધોની જેવો ફિનિશર બીજો કોઇ નથી તે દબાણવાળી પરિસ્થિતિમાં પણ શાંત રહીને રમી શકે છે. હું પણ તેમના જોવા બેટસમેન બનવા માંગુ છું. કપરી પરિસ્થિતિમાં પણ તે ખુદને નિયંત્રણમાં રાખી શકે છે. હું પણ મેદાનમાં તેમના જેવી ઉર્જા સાથે રમવા માંગુ છું.’


Related News

Loading...
Advertisement