અલંગમાં 100 પથારીની કોરોના હોસ્પિટલ શરૂ કરાઇ

15 September 2020 02:59 PM
Bhavnagar
  • અલંગમાં 100 પથારીની કોરોના હોસ્પિટલ શરૂ કરાઇ

(વિપુલ હિરાણી)
ભાવનગર તા.15
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર જિલ્લા શાખા દ્વારા ખાસ કોવીડ મહામારીમાં અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવી રહીયુ છે ત્યારે અલંગ ખાતે 100 બેડની સુવિધા ધરાવતી જીએમબી કોલોનીમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોવિડ કેર સેન્ટર અને હોસ્પિટલ શરૂ કરાયેલ, જેનું સંચાલન જિલ્લા વહીવટી તંત્ર, કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન નીચે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીને સોંપવામાં આવેલ છે.

જિલ્લા વહીવટી તંત્રના આરોગ્ય વિભાગ ના સહકારથી આ વિભાગનું સંચાલન તેમજ મેનેજમેન્ટ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા સંભાળવામાં આવશે અને દર્દીઓને આરોગ્યની તેમજ, ભોજન અને જરૂરી દેખરેખ અને સારવારની સુવિધાઓ પુરી પાડવામાં આવશે, ખાસ કરીને રેડક્રોસમાં મેડિકલ એક્સપર્ટસની ટીમ તથા પેરામેડિકલ ટીમ દ્વારા હોસ્પિટલનું સંચાલન કરવામાં આવશેમ સરકારની વખતો વખતની ગાઇડલાઇનનુ પાલન કરીને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા આ વ્યવસ્થા ને સંપૂર્ણ વિનામૂલ્યે, અલંગના કામદારો તથા આસપાસના 40 ગામનાં લોકોને તેનો લાભ મળશે અને અસરકારક સેવાઓ તેમને આપવામાં આવશે.


Loading...
Advertisement