જસદણ-વિંછીયા તાલુકાના કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે બે હોસ્પિટલ ખુલ્લી મુકાઇ

15 September 2020 02:55 PM
Jasdan
  • જસદણ-વિંછીયા તાલુકાના કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે બે હોસ્પિટલ ખુલ્લી મુકાઇ

જસદણ તા.15
જસદણ વીંછીયા શહેર અને તાલુકાના ગામોમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા અનલોકમાં દિવસે દિવસે વધી રહી છે અને આ મહામારીના કારણે બન્ને તાલુકામાં અનેક મોત પણ થયાં છે આવા માહોલ વચ્ચે ગત રવિવારે તાલુકાના વિરનગર ગામે 70 બેડ અને આજે મંગળવારે જસદણની સરકારી હોસ્પિટલમાં 25 બેડની હોસ્પિટલ ખાસ ખુલ્લી મુકવામાં આવતાં આ અંગે શહેરના વિખ્યાત પટેલ સુપર મોલવાળા હરિભાઈ હિરપરાએ આ કામગીરીમાં શામેલ તમામને અભિનંદન પાઠવી આ કામગીરીને સમયસરની ગણાવી હતી.

હરિભાઈ પટેલએ જણાવ્યું હતું કે જસદણ વીંછીયા પંથકમાં હાલ કોરોના પોઝિટિવ કેસોનો રાફડો ફાટ્યો છે ત્યારે તાત્કાલિક ધોરણે આરોગ્ય, વહીવટીતંત્ર રાજકીય નેતાઓએ જે રસ દાખવી હોસ્પિટલ શરૂ કરી તે ધન્યવાદને પાત્ર છે પક્ષાપક્ષીના ભેદ પાડયાં વગર ફક્ત દેશ માટે સેવા કાજે રાત દિવસ ઝઝૂમી બે કોવિડ હોસ્પિટલ ઉભી કરનારાં તમામને મારાં દિલથી દિલના ઊંડાણથી મારાં અભિનંદન હરિભાઈ હિરપરાએ ઉમેર્યું હતું કે ઇશ્વર એવું ન કરે કે દર્દીઓ હોસ્પિટલમાં રહે પણ જો કોઈ હોસ્પિટલમાં મારાં ગ્રુપની કોઈને જરૂરિયાત જણાય તો અમો તન મન ધનથી હોસ્પિટલ માટે મદદ કરવા માટે અમો અડધી રાત્રીએ પણ તપ્પર રહેશું એમ અંતમાં જણાવ્યું હતું અત્રે નોંધનીય છે કે જસદણમાં લોકડાઉન થી અનલોક સુધી અનેક સેવાભાવીઓ એ ફોટો પડાવ્યાં વગર પોતાનું યોગદાન આપી હજારો પરિવારને મદદરૂપ બન્યાં હતાં અને હાલમાં પણ જમણાં હાથે શુ કર્યું તે ડાબા હાથને ખબર ન પડી જાય તેવી રીતે મદદરૂપ બની રહ્યાં છે.


Loading...
Advertisement