વિંછીયા ગ્રામ પંચાયત વીસીઇની પગાર પ્રશ્ને ટપાલ મારફત મુખ્યમંત્રીને લેખીત રજૂઆત

15 September 2020 02:49 PM
Jasdan
  • વિંછીયા ગ્રામ પંચાયત વીસીઇની પગાર પ્રશ્ને ટપાલ મારફત મુખ્યમંત્રીને લેખીત રજૂઆત

(નરેશ ચોહલીયા)
જસદણ તા.15
વિંછીયા તાલુકાના ગ્રામ પંચાયત વીસીઈ દ્વારા ઈ-ગ્રામ વિશ્વગ્રામના ચેરમેન અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ, ગુજરાત રાજ્ય પંચાયત મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, મુખ્ય સચિવ, રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના અધિકારીઓને લેખિતમાં રજુઆત કરવામાં આવી.

ગુજરાત રાજ્યમાંથી 14 હજાર ગામડામાંથી વીસીઈ દ્વારા સરકારને 1.12 લાખ લેખિતમાં પોસ્ટ ઓફીસ દ્વારા પોસ્ટ કવર મોકલવામાં આવ્યા હતા. આ અંગે વિંછીયા તાલુકાના વીસીઈ મંડળના પ્રમુખ દેવરાજભાઈ મકવાણા દ્વારા તમામ વીસીઈના હિત માટે સરકારને રજુઆત કરવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે, 14 વર્ષથી ગ્રામ પંચાયત કચેરીમાં પગાર વગર કામ કરી રહ્યા છે. ગ્રામ પંચાયતના વીસીઈને પગાર ચુકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

આ મોંઘવારીમાં એક ગ્રામ પંચાયત કચેરી વીસીઈ પગાર વગર સેવા કરી રહ્યો છે. વીસીઈને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે. આ મોંઘવારીમાં વીસીઈ પગાર વગર કામ કરીને આર્થિક ભાંગી ચુક્યો છે. જેના કારણે ગુજરાત રાજ્યના 14 હજાર વીસીઈ મિત્રોના પરિવાર ભાંગી પડ્યા છે. જેથી વીસીઈઓને કાયમી ધોરણે પગાર ચુકવવામાં આવે તેવી ગુજરાત રાજ્યના વીસીઈ મંડળની માંગ છે.

વીસીઈ મિત્રોના પ્રશ્ન તાત્કાલિક ધોરણે હલ કરવામાં આવે અને વીસીઈ મિત્રોનો પ્રશ્ન ઉકેલવામાં નહિ આવે તો સરકારને વિનંતી કે દરેક ગ્રામ્ય વિસ્તારમાં વીસીઈ મિત્રો ખેડૂત સાથે સંકળાયેલ છે ત્યારે નવી રણનિતી ઘડીને આવનારી ચૂંટણીમાં વીસીઈ મિત્રો મેદાનમાં ઉતરશે તેવી અંતમાં ચીમકી ઉચ્ચારાઈ હતી.


Loading...
Advertisement