રાજકોટમાં 151 પોઝીટીવ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વધુ 475 કેસ : 51નાં મોત

15 September 2020 01:19 PM
kutch Rajkot Saurashtra
  • રાજકોટમાં 151 પોઝીટીવ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વધુ 475 કેસ : 51નાં મોત
  • રાજકોટમાં 151 પોઝીટીવ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વધુ 475 કેસ : 51નાં મોત

24 કલાક દરમિયાન રાજકોટ 31, જામનગર 17, ભાવનગર 2, પોરબંદર 1 દર્દીઓએ અંતિમ શ્વાસ લીધા : જામનગર 120, જૂનાગઢ 39, ભાવનગર 33, અમરેલી 28, મોરબી 25, સુરેન્દ્રનગર 19, ગીર સોમનાથ 15, બોટાદ 8, દ્વારકા 5, પોરબંદર 2 અને કચ્છ 30 કેસ નોંધાયા

રાજકોટ તા.15
સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના પોઝીટીવ કેસ સાથે મૃત્યુઆંકમાં સતત વધારો થઇ રહ્યો છે. સમગ્ર સૌરાષ્ટ્રભરમાં રાજકોટ અને જામનગર હોટસ્પોટ બન્યું છે. રાજકોટ સૌથી વધુ પોઝીટીવ કેસ સાથે મૃત્યુ વધુ નોંધાઇ રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટ 151, જામનગર 120, જૂનાગઢ 39, ભાવનગર 33, અમરેલી 28, મોરબી 25, સુરેન્દ્રનગર 19, ગીર સોમનાથ 15, બોટાદ 8, દ્વારકા 5, પોરબંદર 2 અને કચ્છમાં 30 પોઝીટીવ કેસ મળી વધુ 475 પોઝીટીવ કેસ નોંધાયા હતાં. જયારે રાજકોટ 31, જામનગર 17, ભાવનગર 2 અને પોરબંદરમાં 1 દર્દીનું મોત થયું હતું.

ભાવનગર
ભાવનગર જિલ્લામા વધુ 33 નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 3,522 થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા 18 પુરૂષ અને 7 સ્ત્રી મળી કુલ 25 કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના બુધેલ ગામ ખાતે 1, મહુવા ખાતે 2, પાલીતાણા ખાતે 1, સિહોર ખાતે 1, સિહોર તાલુકાના સોનગઢ ગામ ખાતે 1, ગારીયાધાર ખાતે 1 તેમજ ગારીયાધાર તાલુકાના મોટી વાવડી ગામ ખાતે 1 કેસ મળી કુલ 8 લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના 34 અને તાલુકાઓના 28 એમ કુલ 62 કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભાવનગર શહેર તથા મહુવા ખાતે રહેતા કોરોના પોઝિટિવ દર્દીઓનું સારવાર દરમ્યાન અવસાન થયેલ છે. જિલ્લામા નોંધાયેલા 3,522 કેસ પૈકી હાલ 426 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ 3,034 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા 55 દર્દીઓનુ અવસાન થયેલ છે.

મોરબી
મોરબી શહેર તાલુકામાં નવા 25 પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં શહેર તાલુકામાં 26, વાંકાનેર 3, હળવદ-4, ટંકારા 2 કેસ નોંધાતા જિલ્લાનો કુલ આંક 1326 પર પહોંચ્યો છે. હાલ 254 દર્દીઓ સારવાર હેઠળ છે.

દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે સોમવારે કોરોનાના નવા પાંચ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં 2 ખંભાળિયાના, 2 દ્વારકા તથા 1 ભાણવડનો પોઝિટિવ કેસ સામેલ છે. જ્યારે 17 દર્દીઓ સ્વસ્થ થતાં તેઓએ ગઈકાલે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જિલ્લામાં હાલ 52 એક્ટિવ કેસ સારવાર હેઠળ છે.

ગીર સોમનાથ
ગીર સોમનાથ જીલ્લાના પાંચ તાલુકામાંથી 15 જેટલા કોરોનાના ગઇ કાલે પોઝીટીવ કેસો આવેલ છે. સારવાર હેઠળના 6 દર્દીઓ સ્વાસ્થ થતા ડીસ્ચાછર્જ કરાયા છે. જીલ્લામાં કોરોનાના કુલ કેસનો આંક 1235 પર પહોંચેલ છે. ગીર સોમનાથ જીલ્લાથના પાંચ તાલુકાઓમાંથી 15 પોઝીટીવ કેસો આવેલ છે જેમાં વેરાવળના - 3, સુત્રાપાડાના - 1, કોડીનારના - 3, ઉનાના - 3, તાલાલાના - 3 મળી કુલ 15 પોઝીટીવ દર્દીઓ આવેલ છે. જયારે સારવાર હેઠળના વેરાવળના 2, ઉનાના 2, ગીર ગઢડાના 1, તાલાલાના 1 મળી કુલ 6 દર્દીઓ સ્વલસ્થન થતા ડીસ્ચાર્જ કરી દેવાયેલ છે.

બોટાદ
બોટાદ શહેર જિલ્લામાં નવા 8 કેસ નોંધાયા હતા. જેમાં ખંભાળીયા-દ્વારકામાં 2-2, ભાણવડ-1, દર્દીને દાખલ કરાયા છે. 6 દર્દીઓ ડિસ્ચાર્જ થતા 91 દર્દીઓ સારવાર હેઠળ છે.

પોરબંદર
પોરબંદર જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી સંક્રમણ સાથે કેસોમાં ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં 2 પોઝીટીવ કેસ નોંધાયા છે. જિલ્લાનો કુલ આંક 548 થયો છે.

અમરેલી
અમરેલી શહેરમાં નવા 13 કોરોના પોઝિટિવ સહિત જિલ્લામાં કુલ 28 નવા કેસ નોંધાયા છે. અમરેલી શહેરના ચિતલ રોડ ઉપર 2 કેસ, મોટી હવેલી પાસે, વિદ્યાનગર, હીરામોતી ચોક, ચકકરગઢ રોડ, લીલીયા રોડ, રામવાડી, માણેકપરા, લાઠી રોડ 2, બ્રાહ્મણ સોસાયટી, કલાપી પાર્ક તથા અમરેલી તાલુકાના માલવણ ગામે મળી કુલ 14 કેસ નોંધાયા છે.

આ ઉપરાંત ધારી, કોટડાપીઠા, બાબરા, બગસરા, ભાડેર, ચલાલા, છેલણા, ટીંબી, સાવરકુંડલા તથા કરજાળા ગામે 2 મળી કુલ જિલ્લામાં 28 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ગઈકાલે કોરોનાના નવા 28 કેસ મળી કુલ આંક 1641 થવા પામ્યો છે. જયારે સોમવારે 20 દર્દીઓને રજા આપવામાં આવેલ છે. હજુ પણ 229 દર્દીઓ સારવાર હેઠળ છે.

કચ્છ
રણપ્રદેશ કચ્છમાં વૈશ્વિક મહામારી કોરોના વાયરસથી વધુ 30 લોકો સાથે 48 કલાકમાં 58 લોકો સંક્રમિત થયાં છે જયારે ગઈકાલે એક અને આજે બે દર્દીના મોત સાથે સત્તાવાર મરણાંક 54 પર પહોંચ્યો છે. તંત્રએ જારી કરેલી યાદી મુજબ આજે સંક્રમિત થયેલાં 30 દર્દીઓમાં સૌથી વધુ 7 દર્દી ભુજના છે. અંજાર-ગાંધીધામમાં નવા છ-છ અને માંડવીમાં નવા પાંચ કેસ નોંધાયાં છે. ભુજમાં નોંધાયેલાં 7 કેસ પૈકી 5 કેસ ભુજ શહેરના અને 2 કેસ તાલુકાના છે.

અંજાર શહેરમાં 4 અને તાલુકામાં 2 મળી 6 કેસ નોંધાયાં છે. ગાંધીધામ શહેરમાં 6, માંડવી શહેરમાં 3 અને તાલુકામાં 2 મળી 5 કેસ નોંધાયાં છે. જ્યારે, નખત્રાણા તાલુકામાં 2,સીમાવર્તી રાપર શહેરમાં 2 તેમજ અબડાસા-લખપત તાલુકામાં એક-એક કેસ નોંધાયાં છે. નવા 30 કેસમાંથી 20 કેસ શહેરી વિસ્તારમાં અને 10 કેસ ગ્રામિણ વિસ્તારમાં નોંધાયાં છે. વધુ 30 કેસ નોંધાવા સાથે અત્યારસુધી નોંધાયેલાં કોરોનાના કુલ દર્દીનો આંકડો 1637 પર પહોંચી ગયો છે. જેમાંથી હાલ 298 એક્ટિવ પોઝીટીવ કેસ છે. 1246 લોકો સાજા થઈ જતાં રજા આપી દેવાઈ છે.

જૂનાગઢ
કોરોનાની રફતાર જૂનાગઢ શહેર અને જિલ્લામાં યથાવત રહેવા પામી છે. ગત અઠવાડિયા પહેલાં 28-29 આજુબાજુ કોરોના સંક્રમીત જાહેર કરવામાં આવતા આંકડા હવે હજુ ઉપર આંક તંત્ર દ્વારા દર્શાવાય છે. અંગત વર્તુળોમાંથી મળતી વિગત મુજબ લોકોમાં ચિંતા ન ફેલાય તે માટે 60 ટકા ઉપર સાચો આંક બતાવવામાં આવતો નથી. 8 કેસમાં માત્ર બે જ કેસ દર્શાવાય છે.હાલ 3ની સંખ્યા એટલે કે 35ની આજુબાજુ 40ની અંદર આંક કોરોના સંક્રમીત રોજનો આંકજિલ્લામાં દર્શાવાય છે.

ખરેખર કોરોના સંક્રમીતનો આંક લોકો સામે આવતો નથી તેટલું જ નહીં મૃત્યુ આંક લગભગ બતાવવામાં આવતો નથી.ગઇકાલે સોમવારના 39 કેસ દર્શાવાયા છે જેમાં જૂનાગઢ સીટીમાં 18, કેશોદમાં 9, વિસાવદર-4, માણાવદરમાં 4,, માંગરોળ, મેંદરડા, બેંસાણ અને જૂનાગઢમાં એક-એક કેસ મળી તાલુકામાં 21 મળી કુલ 39 કેસ જૂનાગઢ જિલ્લામાં નોંધાયા હતાં.

ગઇકાલે 33 કોરોના દદીઓના રિપોર્ટ નેગેટીવ આવતાં રજા આપવામાં આવી હતી. જેમાં 21 જૂનાગઢ કેશોદ-માળીયાના પાંચ-પાંચ અને વંથલીનાં બે દર્દીઓનો સમાવેશ થાય છે.

રાજયના કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા અને તેમના મદદનીશ બાલધાને પણ કોરોના
(સાગર સોલંકી/ભોલાભાઇ સોલંકી)

બન્ને હોમ કવોરન્ટાઇન થયા
રાજયના કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા અને તેમના મદદનીશ વિપુલ બાલધા પણ કોરોનાથી સંક્રમીત થત હોમ કોરન્ટાઇન થયેલ છે.કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા તેઓએ આ અંગે ટવીટર પણ જાણ કરી જણાવેલ છે કે તેઓને કોવીડ-19ના સામાન્ય લક્ષણો જણાતા તેઓ હોમ કોરન્ટાઇન થયેલ છે.તેઓની તબીયત સ્વસ્થ છે.

મંત્રી રાદડીયાએ એક અઠવાડીયામાં તેઓના સંપર્કમાં આવેલા તમામને સ્વેચ્છાએ કોરોના ટેસ્ટ કરાવવા અપીલ કરી. મંત્રી રાદડીયા જલદી સાજા થાય તે માટે જામકંડોરણા વિસ્તારમાં લોકોએ પ્રાર્થના કરેલ છે.

જુનાગઢ સિવિલ કોવિડ વોર્ડમાં ઓકિસજન બંધ થતાં વૃદ્ધનું મોત : વિડીયો વાયરલ થતા ખળભળાટ

‘મને ઘરે લઇ જાવ હું અહીં મરી જઇશ’ના છેલ્લા ઉદ્ગારો બાદ વૃદ્ધે અંતિમ શ્વાસ લીધા : પરિવાર શોકમગ્ન
જુનાગઢ સિવિલની હાલત કોરોનાગ્રસ્ત કરતા પણ બદતર થઇ જવા પામી છે. અહીં કોઇ પણ જાતના દર્દી કે તેના પેરન્સની સલામતી જ નથી તેવી રાવ ઉઠવા પામી છે. કોરોના આઇસોલેશન વોર્ડમાં ઓકિસજન અભાવે અનેક લોકો મોતના મુખમાં ધકેલાય રહ્યા છે એક વધુ કિસ્સો 74 વર્ષીય વૃદ્ધ નો અંતિમ વિડીયો વાયરલ થવા પામ્યો છે. રાત્રીના 3 કલાકે ઓકિસજન બંધ થઇ જવાના કારણે ત્યારે ત્વરીત સારવાર ન મળતા અંતે મોત નોંધાયુ હતું.

કેશોદના ચાર ચોકમાં રહેતા જગદીશ જાદવ રાજયના આરોગ્ય વિભાગના અગ્રસચિવને લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે તેમના પિતા રામભાઇ કાનાભાઇ જાદવ (ઉ.વ.74) તા. 24 જુલાઇના જુનાગઢ સિવિલમાં દાખલ કર્યા બાદ રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવેલ તા. 30 જુલાઇ સુધી તબીયત સારી રહ્યા બાદ તા. 6ની રાત્રીના અચાનક અવસાન થવા પામેલ છે.

બાજુના બેડમાં સારવાર લઇ રહેલા દર્દીના કહેવા મુજબ રાત્રીના વખતોવખત ઓકસીજન બંધ પડી જતું હતું. ઇશારેથી સમજાવતા હતા પરંતુ રાત્રીના કોઇ સ્ટાફ જ ન હોવાના કારણે શ્વાસ લેવામાં તકલીફના કારણે મોત નિપજયું હતું તંત્રને બીજા દિવસે પણ મોતનાં આંકડામાં મોત જાહેર ન હતું જેની તપાસની માંગણી કરી ધારાસભ્યને લેખિત રજુઆત કરી છે.


Related News

Loading...
Advertisement