વોટસએપ ફેસબુક મેસેન્જર જેવી એપ માટે કોઈ નિયંત્રણોની જરૂર નથી

15 September 2020 11:58 AM
India Technology
  • વોટસએપ ફેસબુક મેસેન્જર જેવી એપ માટે કોઈ નિયંત્રણોની જરૂર નથી

ટ્રાઈનીવિવાદાસ્પદ ભલામણ: ટેલીકોમ કંપનીઓનો વિરોધ

નવી દિલ્હી તા.15
ભારતમાં વૈશ્વીક કોમ્યુનિકેશન એપના ઓપરેશન માટે કોઈ નિયંત્રણો લાગુ પાડવાની જરૂર ન હોવાનું ટેલીકોમ નિગમનગર ટ્રાઈએ સુચવ્યુ છે. વોટસએપ ફેસબુક મેસેન્જર એપલ ફેસટાઈમ, ગુગલ ચેટ, ટેલીગ્રામ, ઉપરાંત ઉપરાંત માઈક્રોસોફટ ટીમ,સીસ્કો, વેબેકસી મુમ જેવા નવા ખેલાડીઓને નિયમનની જરૂર ન હોવાનું ટ્રાઈએ સરકારને ભલામણ રીપોર્ટમાં કહ્યું છે.

ગ્રાહકના કોલ તથા મેસેજ આંતરવાના નિયમથી કોમ્યુનિકેશન એપનો સુરક્ષા પાયો નબળો પડી શકે અને ગેરકાયદે દુષણો પણ ખુલ્લા પડી શકે. જોકે, ટ્રાયની ભલામણો સામે મોબાઈલ ઓપરેટર સંગઠને વાંધો લીધો છે અને એવો આક્ષેપ કર્યો છે કે ઓટીટી કંપનીઓ જ રાષ્ટ્રીય સુરક્ષા સામે ખતરો બની શકે છે.

રસપ્રદ વાત એ છે કે કેન્દ્રનાં ટેલીકોમ મંત્રી રવિશંકર પ્રસાદ ખુદ કોમ્યુનિકેશન કંપનીઓ પર આકરા નિયંત્રણો તથા ઝીણવટભરી ચકાસણી કરવાનો મત ધરાવે છે તેનાથી વિપરીત ટ્રાઈની ભલામણો કોઈ નિયંત્રણો નહિં રાખવા સુચવે છે. ટેલીકોમ મંત્રીએ તો વાંધાજનક મેસેજનો મુળ સ્ત્રોત આવતા વોટસએપની પણ તાકીદ કરી હતી.

ટ્રાઈ દ્વારા ભલામણ રીપોર્ટમાં કોઈ કંપનીનાં નામો આપવામાં આવ્યા નથી. ટ્રાઈની ભલામણો વિશે અંતિમ નિર્ણય કેન્દ્ર સરકાર લેશે ઓટીટી પ્લેટફોર્મ પર ટેલીફોનિક વાતચીત ઈન્ટરનેટ એપ્લીકેશન પર થાય છે;. મોબાઈલ ઓપરેટરનાં નેટવર્ક પર જ તે થાય છે એટલે દેખીતી રીતે ટેલીકોમ મોબાઈલ ઓપરેટરોનાં હરીફ છે.

સલામતી અને પ્રાઈવસી મામલે ટ્રાઈ દ્વારા એમ કહેવામાં આવ્યું છેકે કોઈ નિયમનકારી દરમ્યાનગીરીની આવશ્યકતા નથી આંતર રાષ્ટ્રીય કાનુની સ્તરે નિયમનોનો મુદ્દો ચકાસણી હેઠળ છે અને કોઈ સંતોષકારક ઉકેલ મળી શકતો નથી.


Related News

Loading...
Advertisement