45 ડીગ્રી તાપમાનમાં રહેવું મોટો પડકાર: ટ્રેન્ટ

15 September 2020 11:31 AM
India Sports World
  • 45 ડીગ્રી તાપમાનમાં રહેવું  મોટો પડકાર: ટ્રેન્ટ

મુંબઈ તા.15
ઈન્ડિયન પ્રિમીયર લીગની 13 મી સીઝનનો 19 સપ્ટેમ્બરથી પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે મુંબઈ ઈન્ડીયન્સ વતી રમનાર ન્યુઝીલેન્ડના બોલર ટ્રેંટ બોલ્ટે જણાવ્યું હતું કે "હું ન્યુઝીલેન્ડમાંથી આવું છું જયાં હાલ 7 થી 8 ડીગ્રી તાપમાન છે. જયારે અહી 45 ડીગ્રી તાપમાન છે. આટલી ગરમીમાં રમવુ એ એક પડકાર છે. તેમ છતાં હું મુંબઈ ઈન્ડિયન્સ માટે રમવા આતુર છું.

ટેન્ટ બોલ્ટ અત્યાર સુધીમાં 33 આઈપીએલ મેચ રમી ચૂકયો છે જેમાં તેણે 38 વિકેટ ઝડપી હતી.


Related News

Loading...
Advertisement