નટુકાકાની સર્જરી સફળ, રિપોર્ટની જોવાતી રાહ

15 September 2020 11:25 AM
Entertainment India
  • નટુકાકાની સર્જરી સફળ, રિપોર્ટની જોવાતી રાહ

મુંબઈ તા.15
લોકપ્રિય ટીવી સિરીયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલની દુકાનમાં કામ કરતા નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયક હાલ હોસ્પીટલમાં સારવાર હેઠળ છે. નટુકાકાની ગરદનના ભાગે ગાંઠ હોય તેની સર્જરી કરવામાં આવી છે.

આ ગાંઠના પરીક્ષણ માટે તેને લેબોરેટરીમાં મોકલવામાં આવી છે.સર્જરી પછી હવે નટુકાકા ફૂડ પણ લઈ રહ્યા છે. તેમને મલાડની સૂચક હોસ્પીટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.હાલ નટુકાકાના સ્વાસ્થ્ય માટે તેમના ચાહકો પ્રાર્થના કરી રહ્યા છે.


Related News

Loading...
Advertisement