રાણાવાવમાં 66 કેવી વીજવાયર પડતાં સાત મકાનોના વીજ ઉપકરણો બળીને ખાખ : 3 કલાક સુધી અધિકારીઓ ન ડોકાયા

15 September 2020 10:37 AM
Porbandar
  • રાણાવાવમાં 66 કેવી વીજવાયર પડતાં સાત મકાનોના વીજ ઉપકરણો બળીને ખાખ : 3 કલાક સુધી અધિકારીઓ ન ડોકાયા
  • રાણાવાવમાં 66 કેવી વીજવાયર પડતાં સાત મકાનોના વીજ ઉપકરણો બળીને ખાખ : 3 કલાક સુધી અધિકારીઓ ન ડોકાયા
  • રાણાવાવમાં 66 કેવી વીજવાયર પડતાં સાત મકાનોના વીજ ઉપકરણો બળીને ખાખ : 3 કલાક સુધી અધિકારીઓ ન ડોકાયા

(સુનીલ ચૌહાણ)
રાણાવાવ, તા. 15
રાણાવાવમાં 66 કેવી વીજવાયર પાડતા ઘરવખરી બળીને ખાખ રાણાવાવમાં આજે બપોરે વરસાદ ચાલુ હતો તે દરમ્યાન સીગલ પ્લોટમાં 66 કેવી વીજવાયર સર્વિસ લાઈન પર પડતા 6 થી 7 મકાનોના વીજ ઉપકરણો બળીને ખાખ થઇ ગયા હતા.

રાણાવાવમાં માં વરસાદ દરમ્યાન બપોરના સમયે એકાએક 66 કેવી નો વીજવાયર પીજીવિસીએલ ની સર્વિસ લાઈન માથે પડતા 10 થી 12 જેટલા મકનોનોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી, જેમાંથી 6 થી 7 મકાનો પંખા,ફ્રીજ,ટીવી સહિતના વીજ ઉપરણો બળીને ખાખ થઈ ગયા હતા. આ ઘટના ઘટીના 3 ત્રણ કલાક સુધી કોઈ જ અધિકારીઓ ફરક્યા પણ ન હતા. આ અંગે 66 કેવીની લાઈન જેના કાર્યક્ષેત્રમાં આવે છે તે જેટકો કંપનીના ઇન્જીનીયરો સંપર્ક કરતા તેની પાસે કોઈ જ માહિતી ન હોવાનું જણાવ્યું હતું.

જ્યારે કે ઘટના સ્થળે જઈને નીરીક્ષણ કરતા આ કંપનીના કર્મચારીઓ 66 કવિની લાઈન રિપેર કરતા નજરે ચડ્યા હતા. ત્યારે સવાલ એ થાય છે કે આવી દુર્ઘટના દ્ટ્યા બાદ પણ જવાબદાર કંપીના ઇજનેરો જવાબદારી પૂર્વક નો જવાબ આપવાનો બદલે ખોટા જવાબો આપી જવાબદારીઓમાંથી શા કારણે છટકી રહ્યા છે.


Loading...
Advertisement