સુરતમાં 18 વર્ષથી ધૂણતી ભૂઇમાનો વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કર્યો

14 September 2020 06:51 PM
Surat Rajkot
  • સુરતમાં 18 વર્ષથી ધૂણતી ભૂઇમાનો વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કર્યો

ઘરમાં મેલડી માતાનું સ્થાનક બનાવી શ્રધ્ધાળુઓને છેતરતી ભૂઇમાને પકડી પાડી

રાજકોટ તા. 14 : ભાવનગર જિલ્લાના વતની અને હાલ સુરત સરથાણા વિસ્તારમાં છેલ્લા 18 વર્ષથી ઘરમાં મેલડી માતાજીનું સ્થાનક બનાવી માનતા, ટેક, જોવાનું કામ કરતી ભૂઇમા લાભુબેન વશરામભાઇ અણધણની ધતિંગલીલા ભારત જન વિજ્ઞાન જાથાની ટીમ અને સરથાણા પોલીસ સ્ટેશનની મદદથી 1181 મો સફળ પર્દાફાશ કરવામાં આવ્યો હતો.

છેલ્લા ચાર-પાંચ વર્ષથી ભુઇ લાભુબેનના પ્રપંચથી ભોગ બનેલા ટેલીફોનિક અને જાથાના કાર્યાલયે રૂબરૂ પીડિતો આવી માહિતી આપી તેમાં સરથાણા વિસ્તારમાં અવધ સુભાષ પાર્ક મકાન નં પ0 માં રહેતી ભુઇમા ઘરમાં મેલડી માતાજીનું વૈભવી સ્થાનક બનાવી લોકોના દુ:ખ-દર્દ મટાડવાનું, સંતાન પ્રાપ્તિ માટે સોના-ચાંદીનું છત્ર ચડાવવું, માનતા-ટેક-બાધા રખાવવી, પરિવારમાં અંદરોઅંદર ઝઘડા કરાવવા, ધાર્મિક ચીજવસ્તુના માટે દસ હજારથી માંડીને પાંચ લાખ સુધીની ફી વસુલે છે.

સુખડી બનાવવી અને આરતી વખતે ધુણીને દુ:ખી લોકોના પ્રશ્ર્નનોનું નિરાકરણ કરે છે. શીફતપૂર્વક આર્થિક લાભ મેળવે છે. ઘરનો કારોબાર ભુઇમા થકી થાય છે. ભુઇનો મોટો પુત્ર તેના મિત્રો માથાભારે હોય, દુભાયેલા લોકો આગળ આવતા નથી. ભુઇમા મેલીવિધાથી ધનોતપનોત કાઢી નાખે તેવો ભયની આશંકા સાથે પોતાના ઘરે કોઇને કહયા વગર રૂપિયાની લેતી-દેતીનો પ્રશ્ર્ન પીડિતોને સતાવતો હતો. ભાવનગર જિલ્લાના પાલીતાણા પાસે સેંજળીયા, બાદલગઢના ગ્રામજો પણ ભુઇમા પાસે આવે છે.

તેવી હકિકત જાથા સમક્ષ મુકવામાં આવી હતી. જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ માહિતીના આધારે તપાસ કરતા તથ્ય હકિકત બહાર આવી હતી. ભુઇમાની ચાલાકી સાથે ટેક-બાધા રખાવતી હતી. મોટાભાગે પીડિતોના એક પણ પ્રશ્ર્ન હલ થયો ન હતો. સ્થાનકે જોવા જનારાઓ પોતે પાયમાલી સામેથી નોતરી હતી તેવું બહાર આવ્યું હતુ. તેથી કોરોના પરિસ્થિતિ ધ્યાને રાખી પર્દાફાશ કરવાનું નકકી થયું હતુ. સંબંધિત અધિકારીઓને પત્રથી વાકેફ કરવામાં આવ્યા હતા.


Related News

Loading...
Advertisement