આઈપીએલમાં ખેલાડીઓનું કોરોનાથી રક્ષણ કરશે, સ્માર્ટ ઘડિયાળ અને રીંગ

14 September 2020 06:02 PM
Sports
  • આઈપીએલમાં ખેલાડીઓનું કોરોનાથી રક્ષણ કરશે, સ્માર્ટ ઘડિયાળ અને રીંગ

સીએસકે અને મુંબઈ ઇન્ડિયન્સે કરી વ્યવસ્થા : ખેલાડીઓને સ્માર્ટ ઘડિયાળ-રીંગ પહેર્યા વિના બહાર નીકળવાની છૂટ નહીં

નવી દિલ્હી,તા. 14 : યુએઇમાં યોજાનારી આઈપીએલમાં ભાગ લેનારી બધી આઠ ટીમો કોરોનાને લઇને ખૂબ જ સતર્ક છે. ખાસ કરીને ચેન્નાઈ સુપર કીંગ્સ અને ગયા વર્ષની ચેમ્પિયન મુંબઈ ઇન્ડીયન્સની ટીમો વધારે સતર્ક છે. પોતાના ખેલાડીઓને વાઈરસથી બચાવવા માટે ચેન્નાઈની ટીમે પોતાના ખેલાડીઓને સ્માર્ટ ઘડીયાળ પહેરાવી છે. જ્યારે મુંબઈ ઇન્ડીયન્સની ટીમે પોતાના ખેલાડીઓને સ્માર્ટ રીંગ પહેરાવી છે, આ ઉપકરણો પર બ્લુટુથ પણ લગાયેલું છે.

ચેન્નાઈ સુપર કીંગ્સ (સીએસકે)ના બોલીંગ સલાહકાર એરિક સિમન્સે જણાવ્યું હતું કે તેમના ખેલાડીઓ સ્માર્ટ હેલ્થ ટ્રેકીંગ ઉપકરણથી કોરોનાથી રક્ષણ કરી રહ્યા ચે. સીએસકેના ખેલાડીઓ જ્યારે પણ રુમની બહાર નીકળશે ત્યારે તેમણે એક સ્માર્ટ હેલ્થ ટ્રેકીંગ ઉપકરણ પહેરવું પડશે. અમને ગળામાં પહેરવાનું ટ્રેકીંગ આપવામાં આવેલું પણ તેને ગળામાં પહેરવું વિચિત્ર લાગતું હતું,આ સંજોગોમાં અમારા ફિઝિયોથેરાપીસ્ટે નવો રસ્તો શોધ્યો હતો. અને ઉપકરણને ઘડિયાળમાં ફેરવી નાખ્યું હતું.

જેથી અમે બીજાથી અલગ ન લાગીએ. ઉલ્લેખનીય છે કે યુએઇ પહોંચ્યા ત્યારે 13 લોકો સંક્રમીત થયા હતા. જેમાં બે ખેલાડીઓ પણ હતાં. જ્યારે મોજૂદ ચેમ્પીયન મુંબઈ ઇન્ડીયન્સની ટીમ અને અન્ય સ્ટાફ કોરોનાથી બચવા ખાસ પ્રકારની રિંગ પહેરે છે.


Related News

Loading...
Advertisement