મને કમજોર સમજતા નહિં: શિવસેનાને ચેતવણી સાથે મુંબઈ છોડતી કંગના રનૌત

14 September 2020 05:49 PM
Entertainment India
  • મને કમજોર સમજતા નહિં: શિવસેનાને ચેતવણી સાથે મુંબઈ છોડતી કંગના રનૌત

પીઓકેનાં વિધાન ફરી ઉચ્ચાર્યા: એક મહિલાને ડરાવવા-સતાવવા કોશીશ થઈ: જબરા પ્રહારો

મુંબઈ
મહારાષ્ટ્રની શિવસેના નેતૃત્વની સરકાર સાથે ટકકર વહોરી લેનાર બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત આજે મુંબઈ છોડીને મનાલી તેના વતનમાં પરત જતા સમયે પણ શિવસેના પર આકરા પ્રહાર કરવાનું ચાલુ રાખતા મુંબઈમાં પાક-કબ્જાનાં કાશ્મીર જેવી હાલત હોવાના તેના વિધાનને દોહરાવતા કહ્યું હતુંકે આ શહેરમા એક મહિલાને ડરાવવામાં આવી હતી, નીચે દેખાડવાની કોશીશ થઈ હતી અને તેનું ગૌરવ તથા નૈતિક જુસ્સો તોડવાની કોશીશ થઈ છે મને ગાળો પણ આપવામાં આવી છે.

કંગનાએ ટવીટ કરતા કહ્યું હતું કે હું ભારે મનથી મુંબઈ છોડી રહી છું પણ મને કમજોર સમજવાની ભુલ કરવા જેવી નથી. જયાં રક્ષક જ ભક્ષક થઈ રહ્યા છે મારી ઓફીસ તોડવામાં આવી હતી.કંગના મુંબઈથી ચંદીગઢ વાય પ્લસ સુરક્ષા સાથે ચંદીગઢ જવા રવાના થઈ હતી. તેને મુંબઈમાં ચાર દિવસના રોકાણનાં કારણે કવોરન્ટાઈનમાંથી મુકિત મળી હતી.


Related News

Loading...
Advertisement