જેએનયુના પૂર્વ છાત્ર ઉમર ખાલીદની ધરપકડ કરાઈ

14 September 2020 04:15 PM
Entertainment
  • જેએનયુના પૂર્વ છાત્ર ઉમર ખાલીદની ધરપકડ કરાઈ

દિલ્હીમાં દંગાનું કાવતરુ રચવા અને લોકોને ભડકાવવાનો આરોપ

નવી દિલ્હી,તા. 14 : ઉત્તર-પૂર્વી દિલ્હીમાં અગાઉ થયેલા દંગા કેસના મુખ્ય આરોપી ઉમર ખાલીદની દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ગઇકાલે રવિવારે મોડી રાત્રે ધરપકડ કરી હતી.

ઉમર જેએનયુનો પૂર્વ છાત્ર છે. તેની સાથે દંગા કરવાનું રચવા લોકોને ભડકાવવાનો આરોપ છે. ઉમર પર દેશદ્રોહનો પણ કેસ થયો છે. સ્પેશિયલ સેલના સૂત્રો અનુસાર રવિવારે સેલે ઉમરને પૂછપરછ માટે પોતાની ઓફીસે બોલાવ્યો તો.

જ્યાં લગભગ 11 કલાક કડક પૂછપરછ બાદ ઉમરની ગેરકાનૂની ગતિવિધિ રોકથામ અધિનિયમ અંતર્ગત ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ ઉમરના પરિવારજનોની પણ ધરપકડની સૂચના અપાઈ હતી. આ પહેલા પણ ઉમરની સ્પેશિયલ સેલે પાંચ વાર પૂછપરછ કરી હતી. ઉમર દંગાનો મુખ્ય આરોપી છે.


Related News

Loading...
Advertisement