બીજા વન-ડે માં ઓસ્ટ્રેલીયાને 24 રને પરાસ્ત કરતું ઈંગ્લેન્ડ: હવે અંતિમ વન-ડે નિર્ણાયક

14 September 2020 01:12 PM
India Sports World
  • બીજા વન-ડે માં ઓસ્ટ્રેલીયાને 24 રને પરાસ્ત કરતું ઈંગ્લેન્ડ: હવે અંતિમ વન-ડે નિર્ણાયક

ઈંગ્લેન્ડના પૂછડીયા ખેલાડીઓએ સ્કોર માનભર્યા સ્તરે પહોંચાડયા બાદ ઓસીઝ ટીમ-207 માં ઓલઆઉટ

નવી દિલ્હી તા.14
ઓસ્ટ્રેલીયા સામેનાં બીજા વન-ડેમાં રોમાંચક ઉતાર-ચઢાવ વચ્ચે ઈંગ્લેન્ડે વિજય હાંસલ કરતા હવે ત્રીજો મેચ સીરીઝ માટે નિર્ણાયક સાબીત થશે.

માંચેસ્ટરમાં રમાયેલા બીજા એક દિવસીય મેચમાં ઈંગ્લેન્ડના કપ્તાન મોર્ગને ટોસ જીતીને પ્રથમ દાવ લેવાનું પસંદ કર્યું હતું. ઓસ્ટ્રેલીયાના બોલીંગ આક્રમણ સામે ટપોટપ વિકેટો ખડવા લાગી હતી. અંતિમ ખેલાડીઓ ટોમ કુશૈન (37) તથા આદીલ રશીદ (અણનમ 35) ના સહારે જુમલો 200 ને પાર થઈ શકયો હતો એક તબકકે 149 રનમાંઆઠ વિકેટ ગુમાવી દીધી હતી. 9 મી વિકેટમાં 82 રનની ભાગીદારી થઈ હતી 50 ઓવરમાં 9 વિકેટે 231 રન થયા હતા.

232 રનના લક્ષ્યાંક સાથે મેદાને પડેલ ઓસ્ટ્રેલીયાની શરૂઆત પણ નબળી થઈ હતી. ઓપ્નર વોર્નર વધુ એક વખત ફલોપ ગયો હતો. કપ્તાન ફીંચે 105 દડામાં 73 રન બનાવ્યા હતા. પરંતુ સામા છેડાથી સાથ મળ્યો હતો ચોથી વિકેટમાં લાબુશેન સાથે ભાગીદારી થઈ હતી. પરંતુ બહુ ધીમી રમત રમ્યા હતા.એલેકસ કૈરીએ પણ થોડી ઘણી ઝીંક ઝીલી હતી. છતા ઓસી.ની આખી ટીમ 231 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડનો 24 રનથી વિજય થયો હતો.

ત્રણ વન-ડેની શ્રેણક્ષમાં બન્ને ટીમો 1-1 મેચ જીતી છે.એટલે 16મીએ રમાનારો આખરી મેચ નિર્ણાયક બનશે.


Related News

Loading...
Advertisement