રાણાવાવમાં સાત પગલા કલ્યાણ કાર્યક્રમનું સમાપન

14 September 2020 12:46 PM
Porbandar
  • રાણાવાવમાં સાત પગલા કલ્યાણ કાર્યક્રમનું સમાપન

(સુનીલ ચૌહાણ)
રાણાવાવ, તા. 14
પોરબંદર રાણાવાવ મહેર સમાજ ખાતે સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના અંતગર્ત કિશાન પરિવહન યોજના તથા મુખ્યમંત્રી પાક સમગ્ર યોજના મંજૂરી પાત્રો ખેડૂત લાભાર્થીઓને વિતરણ કરાયા હતા. ગુજરાત ઉદ્યોગ બજાર નિગમના ચેરમેન મેધજી ભાઈ કણઝારિયા તથા પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુકની ઉપસ્થિતિમાં યોજાયેલા સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજનાનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જિલ્લામાં ઓનલાઇન ઈ-લોકાર્પણ કરી ગુજરાતના ખેડૂતોના વિકાસના આ યોજના મહત્વની સાબિત થશે.તેવી શુભકામના પાઠવી હતી

જિલ્લા પંચાયતના પ્રમુખ નિલેશભાઈ મોરી એ કહ્યુકે ખેડૂતો સમૃદ્ધ બને તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ અનેક યોજનાનો ખેડૂત કલ્યાણ માટે અમલમાં મૂકી છે આ તકે જિલ્લાવિક્સ અધિકારી વી.કે.અડવાણી એ ખેડૂતો ની અનુરોધ કર્યો હતો કે કોરોના મહામારી ના કારણે ગામોમાં કે બજારોમાંમાં મોઢા પર માસ્ક બાંધો . આપસમાં સામાજિક અતર રાખવું જોઈએ તથા વારંવાર સાબુથી હાથ ધોવા જેથી કોરોનાનાં સંક્રમણ ને વધુ ફેલાવતું અટકાવી શકાય
કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂત લાભાર્થી ઓની મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અને કિસાન પરિવહન યોજના હેઠળ ઉપસ્થિત મહેમાનોએ મંજૂરી હુકમો વિતરણ કરી ખેડૂતોનો પ્રગતિ કરી તેવી શુભકામના પાઠવી હતી કાર્યક્રમ માં પ્રવેશતા ખેડૂતોનો હેલ્થ સ્કેનિગબકરવાની સાથે સ્થળપર કોરોનાનો ટેસ્ટ કરવામાં આવતો હતો ખેડૂતો સ્વેચ્છા એ વિના મુલ્યે કોરોના ટેસ્ટ કરાવી શકે તે માટે આરોગ્ય વિભાગની જુદી જુદી ટિમો ઉપસ્થિત હતી.

આ કાર્યક્રમમાં કલેકટર બી.એન.મોદી, માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન લક્ષમાનભાઈ ઓડેદરા, જિલ્લા પંચાયત ના પ્રમુખ નિલેશભાઈ મોરી ઉપપ્રમુખ ઉષાબેન સિડા સહિતના મહાનુભાવો અને અધિકારીઓ અને ખેડૂતો ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Loading...
Advertisement