મોદી સહીતની હસ્તીઓ ચીનના જાસુસી રડારમાં

14 September 2020 11:36 AM
India Politics World
  • મોદી સહીતની હસ્તીઓ ચીનના જાસુસી રડારમાં

દેશમાં ટોચના રાજનેતાઓ-સૈન્ય વડાઓ-ન્યાયમુર્તિઓ સહીત 10000 ના ડેટા ચીન સેરવે છે : જબરો ધડાકો: શેનઝેન-ઈન્ફોટેક નામની ચાઈનીઝ કંપનીએ રાષ્ટ્રપતિ-વડાપ્રધાન સહીતનાં ડેટા-ફાઈલો "ચોરી” ચીનની સરકારને મોકલ્યા છે : ઈન્ડીયન એકસપ્રેસનો ઘટસ્ફોટ: દેશનાં ટોચના ક્રિમીનલ-ઔદ્યોગીક, આલમનાં માંધાતાઓ રાજયોનાં મુખ્યમંત્રીઓનો પણ સમાવેશ

નવી દિલ્હી તા.14
ભારત સાથે સતત સરહદી તનાવ તથા અથડામણની ભૂમિકા બનાવી રહેલા ચીને હવે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, સુપ્રિમ કોર્ટનાં મુખ્ય ન્યાયમુર્તિ સૈન્યના વર્તમાન અને પુર્વ વડાઓ, વિપક્ષના નેતાઓ સહીત તમામ ઉચ્ચ હોદાઓ પર બેસેલા વ્યકિતઓની સાથે દેશના ક્રાઈમ જગતના અનેક ચહેરાની સાયબર-જાસુસી કરી રહ્યું હોવાનો ધડાકો થયો છે.

ધ-ઈન્ડીયન એકસપ્રેસનાં રીપોર્ટ મુજબ એક ચાઈનીઝ ડેટા-સાયબર કંપની જે ચીનથી સરકાર સાથે જોડાયેલી છે. તેના મારફત આ જાસુસી થઈ રહી છે જે ચીનના શાસક સામ્યવાદી પક્ષને પણ રીપોર્ટ કરશે અને દેશમાં10,000 લોકો અને તેની સાથે જોડાયેલા કુટુંબના સભ્યોના ભારતના ડેટા વિ.મેળવે છે. વિદેશમાં પણ આ કંપની ટાર્ગેટ હાંસલ કરે છે.

ચીનની ઝેન હુવા ડેટા-ઈર્ન્ફમેશન ટેકનોલોજી કું.લી.જે ચાઈનામાં શેનઝેનમાં સકિય છે.રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસના વડા શ્રીમતી સોનિયા ગાંધી, દેશના રાજયોનાં મુખ્યમંત્રીઓ મમતા બેનરજી, અશોક ગેહલોત, અમરીન્દરસિંઘ, ઉધ્ધવ ઠાકરે, નવીન પટનાયક, શિવરાજસિંહ ચૌહાણ, ઉપરાંત કેબીનેટ મંત્રી રાજનાથસિંઘ, રવિશંકર પ્રસાદ, નિર્મલા સીતારામન, દેશના ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ જનરલ બીપીન રાવત સહીત સૈન્યના ઉચ્ચ અધિકારીઓ તથા પૂર્વ સૈન્ય વડાઓ છે. દેશના મુખ્ય ન્યાયમુર્તિ શરદ બોખડે, તથા અન્ય ન્યાયમુર્તિઓ કેગના વડા મુર્મુ, ટોચના ઉદ્યોગપતિઓ રતન ટાટા, ગૌતમ અદાણી,. વિપ્રોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અનેક પત્રકારો, ધર્મવડાઓ, સમગ્ર ક્ષેત્રના અગ્રણીઓનો સમાવેશ થાય છે.

ચીનની આ કંપની તેના દેશનાં લશ્કરી-ગુપ્તચર અને સલામતી એજન્સીઓ વતી કામ કરે છે.
વર્તમાન એકસપ્રેસ દ્વારા એક બીગ ડેટા ફુલથી આ સાયબર જાસુસીનું પગેરૂ મેળવાયું હતું.જેમાં આ કંપનીઓ જબરી ડેટા ફાઈલ ચીનમાં મોકલી રહ્યુ છે.

આ ડેટા વિયેતનામના એક સાયબર નિષ્ણાંત અને પ્રોફેસર ક્રિસ્ટોફર બાલીંગે જે આ કંપનીમાં તેનાં કોન્ટેકટ ધરાવે છે તેના મારફત મળ્યા હોવાનો ઈન્ડીયન એકસપ્રેસનો દાવો છે. અને વિશ્વના અન્ય અખબારોને પણ આપ્યા છે. આ પ્રકારની જાસુસીને હાઈબ્રીડ વોરફેર તરીકે નિષ્ણાંતો કરે છે ચીને ભારત સાથે સરહદી વ્યાપારી, રાજદ્વારી, અને સાયબર મોરચે યુદ્ધ છેડયુ છે.

કંપનીએ આ અંગે કંઈ કહેવાનો ઈન્કાર કરી તેને ટ્રેડ-સિક્રેટ ગણાવ્યું હતું.
જોકે ભારત ખાતેના ચીનનાં દુતાવાસે આ અંગે કોઈ માહીતી આપવાનો ઈન્કાર કરતાં કહ્યું કે ચીનની સરકારે કોઈ કંપની કે વ્યકિતઓને આ ડેટા જાસુસીનું જણાવ્યું નથી.

કોણ કોણ જાણીતા ચહેરા રડારમાં
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, સવિતા કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જશોદાબેન મોદી, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘ તથા ફેમીલી, સોનિયા ગાંધી તથા પુરો ગાંધી પરિવાર, પંજાબનું બાદલ ફેમીલી, મુલાયમસિંઘ ફેમીલી, કેન્દ્રીય મંત્રી રાજનાથસિંઘ સહીતના કેન્દ્રીય મંત્રીઓ વિદેશ સચીવ સહીત ભારતના 250 ડીપ્લોમેટ નીતી આયોગનાં સભ્યો કેન્દ્રનાં ટોચના અધિકારીઓ સૈન્ય વડા જનરલ બીપીન રાવત તથા ઉચ્ચ અધિકારીઓ ફિલ્મી ડીરેકટરો શ્યામ બેનેગલ, ક્રિકેટર સચીન તેંડુલકર, દેશના અનેક મુખ્યમંત્રીઓ સહીત 10,000 નામોનો ઘટસ્ફોટ થયો છે.

પ્રભાવ પાડવાનો હેતુ
આ પ્રકારની જાસુસીમાં સામેલ લોકોને ચોકકસ લેબો, ડેટા માહીતી કોઈ સ્વતંત્ર સ્ત્રોતથી મોકલાય છે જેથી તેમનાં પર ચોકકસ વિચાર અંગે પ્રભાવ પાડવાનો છે.


Related News

Loading...
Advertisement