રાજકોટ મનપાના કડક પગલા : સોશ્યલ ડિસ્ટન્સ ન જળવાતા રસિકભાઈ ચેવડવાળા અને ગોપાલ બ્રધર્સની દુકાન સીલ કરાઈ

13 September 2020 05:00 PM
Rajkot
  • રાજકોટ મનપાના કડક પગલા : સોશ્યલ ડિસ્ટન્સ ન જળવાતા રસિકભાઈ ચેવડવાળા અને ગોપાલ બ્રધર્સની દુકાન સીલ કરાઈ

ફરજીયાત માસ્કના નિયમનો ભંગ કરતા 13 લોકો પાસેથી રૂપિયા 13 હજારનો દંડ વસુલ કરાયો

રાજકોટઃ
કોરોનાનો કહેર શહેર પર મંડરાયો છે ત્યારે નિયમોનું પાલન ન કરતા બેદરકાર લોકો સામે રાજકોટ મહા નગર પાલિકાએ કડક પગલાં લીધા છે. સોશ્યલ ડિસ્ટન્સ ન જળવાતા શહેરની પ્રખ્યાત ફરસાણની દુકાન અને એક જનરલ સ્ટોરને 3 દિવસ માટે સીલ લગાવવામાં આવ્યા છે.

લોકડાઉન બાદ અનલોકમાં સરકારે શરતી છૂટછાટ આપી છે. લોકોએ સામાજિક અંતર રાખવું, માસ્ક પહેરવું જેવા નિયમોનું પાલન કરવું આવશ્યક છે. તેમ છતાં નિયમનું પાલન ન કરનાર ધંધાર્થીઓ અને માસ્ક ન પહેરનાર સામે કડક કાર્યવાહી તેમજ દંડ વસુલવામાં આવી રહ્યો છે. રાજકોટ મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલના માર્ગદર્શન હેઠળ મનપાની ટીમ ચેકીંગમાં હતી ત્યારે પંચનાથ મહાદેવ મંદિર નજીક લીમડા ચોકમાં જાણીતા ફરસાણના વેપારી રસિકભાઈ ચેવડાવાળાની દુકાને ગ્રાહકો ટોળે વળી ઉભા હોય, સોશ્યલ ડિસ્ટન્સ ન જળવાતું હોવાથી દુકાનને સીલ કરવામાં આવી હતી. એવી જ રીતે જ્યુબેલી ચોકમાં આવેલી ગોપાલ બ્રધર્સની દુકાનને પણ 3 દિવસ માટે સીલ કરાઈ હતી. અને શહેરમાંથી ફરજિયાત માસ્કના નિયમનો ભંગ કરતા 13 લોકો પાસેથી રૂપિયા 13 હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

Related News

Loading...
Advertisement