આઈપીએલમાં પ્રથમ વખત સામેલ થશે અમેરીકાનો ખેલાડી

12 September 2020 05:43 PM
India Sports World
  • આઈપીએલમાં પ્રથમ વખત સામેલ થશે અમેરીકાનો ખેલાડી

ઝડપી બોલર અલીખાન લેશે હૈરી ગર્નીનું સ્થાન

નવી દિલ્હી તા.12
કોલકતા નાઈટ રાઈડર્સે 29 વર્ષનાં અમેરીકાનાં ઝડપી બોલર અલીખાનને હૈરી ગર્નીનાં સ્થાન પર ટીમમાં સામેલ કર્યા છે.ઈંગ્લેન્ડના ખેલાડી ગર્ની ઈજાને કારણે આઈપીએલમાંથી બહાર નીકળી ગયા છે. આ સાથે જ અલીખાન આઈપીએલમાં સામેલ થનાર પ્રથમ અમેરીકન ખેલાડી બન્યા છે.અલીની ટીમ ટીકેઆરએ આ વર્ષે સીપીએલનો ખિતાબ હાંસલ કર્યો હતો.

ટી.કે.આર (ત્રિન બાગોનાઈટ રાઈડર્સ)એ સીપીએલનાં તમામ 12 મેચો જીતીને ખિતાબ હાંસલ કર્યો હતો. શાહરૂખે ફોટા પોસ્ટ કરીને આ ટીમને અભિનંદન પાઠવ્યા હતા. ખાન સીપીએલનાં સર્વશ્રેષ્ઠ બોલરમાં સામેલ રહ્યો છે. તે 140 કિલોમીટરની ઝડપથી બોલીંગ કરી શકે છે.

અલીને ડવેન બ્રાવો સીપીએલમાં લઈને આવ્યા હતા. બ્રાવો સાથે તેની મુલાકાત ગ્લોબલ ટી-20 કેનેડામાં થઈ હતી અલી બાંગ્લાદેશ પ્રિમીયર લીગ અને પાકિસ્તાન સુપર લીગમાં પણ રમી ચુકયા છે. પાકિસ્તાનનાં પંજાબનાં જન્મેલા અલી 18 યુએસએ શિફટ થઈ ગયા હતા. આંતર રાષ્ટ્રીય ક્રિકેટમાં તેઓ યુએસએનું પ્રતિનિધિત્વ કરે છે.


Related News

Loading...
Advertisement