ભારતમાં પ્રાણીઓ પર વેકિસનની બીજી ટ્રાયલ સફળ, ત્રીજીને મંજૂરી

12 September 2020 04:34 PM
India
  • ભારતમાં પ્રાણીઓ પર વેકિસનની બીજી ટ્રાયલ સફળ, ત્રીજીને મંજૂરી

દેશમાં સતત વધતા જતા કોરોનાના કેસ વચ્ચે રાહતના સમાચાર : ભારત બાયોટેકે વાનર-ચામાચિડિયા પર સફળ પરીક્ષણની જાહેરાત કરી

નવી દિલ્હી તા. 12
દેશમાં કોરોના સંક્રમણના કેસ વધી રહયા છે તે દરમિયાન એક સારા સમાચાર આવ્યા છે કે સ્વદેશી વેકિસનની બીજા ચરણની જાનવરો પરનું પરીક્ષણ સફળ રહયું છે. અને હવે ત્રીજા ચરણના પરીક્ષણની મંજુરી આપવામાં આવી છે.

આ અંગેની વિગત એવી છે કે દેશમાં કોરોના સંક્રમણના સતત કેસો વધી રહયા છે. ત્યારે દેશમાં ચિંતાનો માહોલ છે. આ તનાવના માહોલ વચ્ચે ગુડ ન્યુઝ એ આવ્યા છે કે ભારત બાયોટેકે જાહેરાત કરી છે કે કોવેકિસન નું જાનવરો પર પરીક્ષણ સફળ રહયું છે.

કહેવામાં આવ્યું છે કે કોવેકિસન ના પશુ અધ્યયનના પરિણામોની જાહેરાત કરે છે. હૈદ્રાબાદ સ્થિત ફર્મે ટવીટ કર્યું હતું કે ભારત બાયોટેક ગૌરવથી કોવેકિસનના પશુ અધ્યયના પરિણામોની જાહેરાત કરે છે. આ પરિણામ એક લાઇવ વાઇરલ ચેલેન્જ મોડેલમાં સુરક્ષાત્મક પ્રભાવકારિતા પ્રદર્શિત કરે છે.

જાણવા મળતી વિગત મુજબ કોવેકિસન માનવેતર સસ્તન પ્રાણીઓમાં સર્વોચ્ચ શ્રૈણીના જીવ (વાનર, ચામાચિડિયુ વગેરે) પર અભ્યાસના પરિણામોથી વેકિસનની પ્રતિરક્ષા ક્ષમતા (ઇમ્યુનોજીનિસિટી) નો પતો લાગે છે. કંપનીએ જણાવ્યું હતું કે ‘કોવેકિસન’ વાનરોમાં વાઇરસ પ્રત્યે એન્ટી બોડીઝ વિકસિત કરી હતી.

ઉલ્લેખનીય છે કે ભારત બાયોટેક, ભારતીય આયુવિજ્ઞાન અનુસંધાન પરિષદ (આઇસીએમઆર) સાથે મળીને કોરોનાની વેકિસન કોવેકિસન બની રહી છે. પ્રાણી પર સફળતાને પગલે હવે આ વેકિસન માટે ત્રીજી ટ્રાયલની મંજુરી મળી છે.

ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાની કોરોના વેકિસીનના તબકકા-ર અને 3 ની ટ્રાયલમાં નવા દર્દીની ભરતી અટકાવી દીધી છે. ડીસીજીઆઇએ આદેશ જાહેર કર્યો છે. આગામી આદેશ સુધી ટ્રાયલ માટેે કોઇ નવા દર્દીની ભરતી ન કરવી.


Related News

Loading...
Advertisement