મુખ્યમંત્રી હો તો ઐસા : જનતાને મળવા 24 કિલોમીટરની પદયાત્રા કરી

12 September 2020 04:01 PM
India
  • મુખ્યમંત્રી હો તો ઐસા : જનતાને મળવા 24 કિલોમીટરની પદયાત્રા કરી

આપણા સહિત રાજ્યના મુખ્યમંત્રીઓ જ્યારે રોડ પર નીકળે છે ત્યારે ટ્રાફીક પણ બંધ કરી દેવાઈ છે અને તેને મળવા માટે લોકો ધક્કા ખાતા હોય છે પરંતુ અરુણાચલના મુખ્યમંત્રી પેના ખાંડુએ હાલમાં 24 કિલોમીટરનો પ્રવાસ કરીને તેમના રાજ્યોના દૂર-દૂરના પાવન જિલ્લાના લૂંગુથાંગ ગામના લોકોને મળવા માટે 11 કલાક સુધી પગપાળા પ્રવાસ કર્યો હતો.

ચોમાસાને કારણે અહીં રોડ ખરાબ થઇ ગયા હતા અને આ વિસ્તારના લોકોને મળવું જરુરી હતું તેથી મુખ્યમંત્રી ખાંડુ તેમના બે સાથીઓ સાથે 24 કિલોમીટરનો પ્રવાસ કર્યો અને સમુદ્રની સપાટીથી 14,500 ફૂટની ઉંચાઈના ગામમાં પહોંચ્યા હતા. 41 વર્ષિય મુખ્યમંત્રીએ પોતાનો આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર મુક્યો હતો. આ ગામમાં 10 ઘરો છે અને 50 લોકો રહે છે તે કહે છે કે મારા રાજ્યની તાજી હવા લેતા-લેતા અહીં પહોંચવું તે મારા માટે એક ખાસ લ્હાવો હતો.


Related News

Loading...
Advertisement