ક્રિકેટ બોર્ડની એજીએમ અચોક્કસ માટે મુલત્વી : ઓનલાઈન યોજવી શક્ય નથી

12 September 2020 03:56 PM
India Sports
  • ક્રિકેટ બોર્ડની એજીએમ અચોક્કસ માટે મુલત્વી : ઓનલાઈન યોજવી શક્ય નથી

ભારતીય ક્રિકેટ બોર્ડે તેની વાર્ષિક સાધારણ સભા કે જે એજીએમ તરીકે ઓળખાય છે અને તા. 30 સપ્ટેમ્બરના રોજ મળનાર હતી તે હવે અચોક્કસ મુદત માટે મુલત્વી રાખી છે. ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જય શાહે આ માહિતી સ્ટેટ એસોસિએશનને આપી છે.

વાસ્તવમાં બીસીસીઆઈની નોંધણી તામીલનાડુ સોસાયટી રજીસ્ટ્રએશન એક્ટ હેઠળ છે અને તે મુજબ દર વર્ષે 30 સપ્ટેમ્બર સુધીમાં વાર્ષિક સામાન્ય સભા યોજવી આવશ્યક છે પરંતુ ચાલુ વર્ષે કોરોનાના કારણે આ બેઠક યોજી શકાય તેમ તેવું ક્રિકેટ બોર્ડે કારણ આપ્યું છે અને કહ્યું છે કે ઓનલાઈન પણ શક્ય નથી. જો કે માનવામાં આવે છે કે આઈપીએલના કારણે એજીએમ હાલ મુલત્વી રાખી છે.


Related News

Loading...
Advertisement