શિવસેનાની કંગનાને ચેતવણી: પાણીમાં રહીને મગરમચ્છ સાથે વેર સારું નહીં

12 September 2020 03:51 PM
Entertainment India Politics
  • શિવસેનાની કંગનાને ચેતવણી: પાણીમાં રહીને મગરમચ્છ સાથે વેર સારું નહીં

‘સામના’માં એકટ્રેસ પર પ્રહારો : સ્વાભિમાનની ચિંગારી પર રાખ નથી જામી, કોઈને શંકા હોય તો ફુંક મારી જુએ: શિવસેના

મુંબઈ તા.12
બોલીવુડ એકટ્રેસ કંગના રનૌત અને શિવસેના વચ્ચેનો જુબાની જંગ હજુ શમ્યો નથી, આ વખતે શિવસેનાએ તેના મુખપત્ર ‘સામના’માં સંપાદકીયમાં કંગના પર નિશાન સાધતા ઈશારા ઈશારામાં ચેતવણી આપી છે કે પાણીમાં રહીને મગરમચ્છ સાથે વેર નથી કરી શકાતું, શિવસેનાએ એમ પણ લખ્યું હતું કે ખુદ કાચના ઘરમાં રહીને બીજાના ઘર પર પથ્થર નથી નાખતા, જેમણે પણ નાખ્યા છે તેમને મહારાષ્ટ્રનો શ્રાપ લાગ્યો છે. મુંબઈને ઓછું આંકવું એ પોતાના માટે પોતે જ ખાડો ખોદવા જેવું છે.

‘સામના’માં કંગનાને નિશાન બનાવીને એમ પણ લખવામાં આવ્યું કે મહારાષ્ટ્ર સંતો, મહાત્માઓ અને ક્રાંતિકારીઓની ભૂમિ છે. આ મહારાષ્ટ્રના હાથમાં છત્રપતિ શિવાજી મહારાજે ભવાની તલવાર આપી તો બાલા સાહેબ ઠાકરેએ બીજા હાથમાં સ્વાભિમાનની ચિનગારી રાખી છે, જો કોઈને એમ લાગે કે આ ચિનગારી પર રાખ જામી ગઈ છે તો એકવાર ફુંક મારીને જોઈ લે.

‘સામના’માં દિગ્ગજ ફિલ્મ સ્ટાર્સનો ઉલ્લેખ કરતા લખ્યું છે- હર કોઈએ મુંબઈને પોતાની કર્મભૂમિ માની છે, મુંબઈને બનાવવામાં તેમણે યોગદાન આપ્યું. મુંબઈને ઓછું આંકવાનો મતલબ ખુદના માટે ખાદો ખોદવા જેવું છે.


Related News

Loading...
Advertisement