રવિવારે રાહુ વૃષભ રાશિમાં, કેતુ વૃશ્ચીક રાશિમાં ભ્રમણ કરશે : શાંતિ, ધીરજ, ભકિત શ્રેષ્ઠ ઉપાય

12 September 2020 10:37 AM
Dharmik
  • રવિવારે રાહુ વૃષભ રાશિમાં, કેતુ વૃશ્ચીક રાશિમાં ભ્રમણ કરશે : શાંતિ, ધીરજ, ભકિત શ્રેષ્ઠ ઉપાય

રવિવારે સવારે 10:00 વાગ્યે રાહુ વૃષભ રાશિમાં અને કેતુ વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરશે અને તે દિવસે ચંદ્ર વૃશ્ચિક રાશિમાં છે જે કેતુ સાથે યુતિ કરે છે અન્ય ગ્રહ અને ભ્રમણ સમયની કુંડળી અનુસાર વર્ષ 2021 દરમિયાન શાંતિ, ધીરજ, અને પ્રભુ ભક્તિ સમય પસાર કરવાથી ઘણી રાહતની લાગણી અનુભવાશે.

રાહુનું રોહિણી નક્ષત્રમાં ભ્રમણ તા. 26/01/2021 સમય 27:45 થી તા. 05/10/2021 સમય 20:01 સુધી રહશે. એક ગણતરી મુજબ જ્યારે પણ રોહિણી નક્ષત્ર પરથી પાપ ગ્રહ જેવા કે સૂર્ય, મંગળ, શનિ, રાહુ, કેતુ પસાર થાય ત્યારે તે વખતની કુંડળી પરથી કઇંક બાબત નોંધવા જેવી મહંદઅંશે બનતી હોય છે જેમ કે સૂર્ય રોહિણી નક્ષત્રમાં આવે ત્યારે ગરમીનો પ્રકોપ જોવા મળતો હોય છે અને જ્યારે આઝાદ ભારતની વૃષબ લગ્નની કુંડળી પરથી એક અભ્યાસ મુજબ જ્યારે લગ્નેશ વૃષભ રાશિ અને ભાગ્યેશ મકર રાશિ પીડિત થાય છે ત્યારે દેશને મોટા પ્રશ્નોનો સામનો કરવો પડે છે.

1962 માં ચીન યુદ્ધ વખતે રાહુ વૃષભ રાશિમાં અને શનિ મકર રાશિમાં ભ્રમણ કરતો હતો. 1971 માં પાકિસ્તાન યુદ્ધ વખતે શનિ વૃષભ રાશિમાં અને રાહુ મકર રાશિમાં ભ્રમણ કરતો હતો. યુદ્ધ ની ગણતરી માટે અન્ય બીજા ઘણા નિયમો પણ હોય છે જેથી દરેક આવી વખતે યુદ્ધ થાય તેવું જરૂરી નથી હાલમાં મારી ગણતરી મુજબ વર્ષ 2029-30 સુધી યુદ્ધ થાય તેવું જણાતું નથી. પણ.. સરહદી તંગદિલી જેવું વાતાવરણ બન્યું રહે.

1975ની કટોકટી વખતે વૃષભ રાશિમાં સૂર્ય અને કેતુનું ભ્રમણ હતું 1992 માં બાબરી મસ્જિદ વખતે શનિ મકર રાશિમાં અને કેતુ વૃષભ રાશિમાં ભ્રમણ કરતો હતો 1993 માં લાતુર ભૂકંપ વખતે કેતુ વૃષભ રાશિમાં ભ્રમણ કરતો હતો. 2001 માં કચ્છ ભૂકંપ વખતે શનિ વૃષભ રાશિમાં ભ્રમણ કરતો હતો 2002 માં ગોધરા કાંડ વખતે શનિ અને રાહુની વૃષભ રાશિમાં ભ્રમણ કરતા હતાપ્લુટો તા. 20/12/2020 સમય 23:23 થી મકર રાશિમાં ભ્રમણ કરશે જે ત્યાં હાલ શનિ સાથે યુતિ કરશે. સૂર્ય ગ્રહનું વૃષભ રાશિમાં ભ્રમણ તા. 14/05/2021 સમય 27:27 થી તા. 15/06/2021 સમય 6:00 જ્યાં રાહુ સાથે યુતિ થશે. મંગળ ગ્રહનું વૃષભ રાશિમાં ભ્રમણ તા. 21/02/2021 સમય 28:05 થી તા. 13/4/2021 સમય 25:15 સુધી વર્ષ 2021 માં નવમાંશ ભ્રમણ : કેતુનું મકર નવમાંશ તા. 26/01/2021 થી તા. 30/03/2021 સુધી રાહુનું વૃષભ નવમાંશ તા. 01/06/2021 થી તા. 03/08/2021 સુધી શનિનું વૃષભ નવમાંશ તા. 20/02/2021 થી તા. 25/03/2021 અને તા. 24/07/2021 થી તા.13/09/2021 સુધી ભારત દેશમાં કોઈ આર્થિક / સામાજિક પ્રશ્નો / કૌભાંડ / કુદરતી કે માનવ સર્જિત બનાવો, નેતાગીરીના પ્રશ્નો, નેતાની તબિયત કે સંભવિત અવસાન જેવી બાબતો ઉપરાંત શેર બજાર અને કોમોડિટી બજારમાં અચાનક તેજી મંદીના મોટા વળાંકો આવી શકે છે. વ્યવહારુ નિર્ણય શક્તિવાળાને ફાયદો પણ થઈ શકે છે.

રાજકીય દ્રષ્ટિએ
ભા.જ.પ ની કુંડળી પરથી પક્ષમાં અણધાર્યા નિર્ણયો અને બાબતો વધુ જોવા મળશે. કોંગ્રેસની કુંડળી પરથી પક્ષમાં આંતરિક પ્રશ્નો અને જુથબંધી વધુ જોવા મળશે.

ફળકથન
12 રાશિ પર પ્રભાવ :મેષ : પરિવાર માં વિચાર મતભેદ અને અણધાર્યા ખર્ચ વધુ રહેવૃષભ : આરોગ્ય બાબત તકેદારી રાખવી, આવેશ થી બચવુંમિથુન : વિદેશ થી લાભ, પણ વધુ કોઈપણ લાલચ થી ધ્યાન રાખવુંકર્ક : મુસાફરી થાય, આકસ્મિક કોઈ કાર્ય થવાથી ઉત્સાહ વધેસિંહ : વ્યવસાયમાં મહેનત બાદ ફળ પણ ખટપટ થી સાચવવુંક્ધયા : કોઈ પરિવર્તન આવે, સ્થળાંતર પણ સંભવિત બનેતુલા : આકસ્મિક બનાવ બને, દરેક બાબતમાં ચોકસાઈ રાખવીવૃશ્ચિક : ભાગીદારી કે દામ્પત્ય જીવનમાં શાંતિ રાખવી, ધન : અણધાર્યો લાભ સંભવિત છે, જુના પ્રશ્નો ઉકેલાઈ શકે છેમકર : ધીરજ રાખી કામ કરવું, પરિવાર માં કોઈ પ્રસંગથી ઉત્સાહ રહેકુંભ : મન અશાંત રહે, જૂની ઓળખાણ તાજી થવાથી ખુશી રહેમીન : સાહસવૃતિ વધે, કુટુંબ માટે કોઈ કાર્ય થાય, મુસાફરી સંભવિત બને.પ્રતિકૂળતા નિવારવા ઉપાય : 1. શિવ જાપ કરવા કે સંભાળવા2. પોતાના ઇસ્ટ દેવની ભક્તિ કરવી3. ગાય, કૂતરાને ખાવા આપવું.4 -જરૂરિયાતને યથાશક્તિ મદદ કરવી5. વ્યસનથી દુર રહેવું.

જયોતિષ માર્ગદર્શન
ડો.હેમીલ પી. લાઠીયા
જયોતિષા ચાર્ય
અમદાવાદ
મો.94279 69101


Related News

Loading...
Advertisement