કોરોના વોરીયર કોન્સ્ટેબલ પ્રદ્યુમનસિંહ ગોહિલનું સંક્રમિત થયાના બે દિવસમાં જ નિધન : શહેર પોલીસ પરિવારમાં શોક છવાયો, સદગતને ગાર્ડ ઓફ ઓનર અપાયું

11 September 2020 11:40 PM
Rajkot
  • કોરોના વોરીયર કોન્સ્ટેબલ પ્રદ્યુમનસિંહ ગોહિલનું સંક્રમિત થયાના બે દિવસમાં જ નિધન : શહેર પોલીસ પરિવારમાં શોક છવાયો, સદગતને ગાર્ડ ઓફ ઓનર અપાયું
  • કોરોના વોરીયર કોન્સ્ટેબલ પ્રદ્યુમનસિંહ ગોહિલનું સંક્રમિત થયાના બે દિવસમાં જ નિધન : શહેર પોલીસ પરિવારમાં શોક છવાયો, સદગતને ગાર્ડ ઓફ ઓનર અપાયું
  • કોરોના વોરીયર કોન્સ્ટેબલ પ્રદ્યુમનસિંહ ગોહિલનું સંક્રમિત થયાના બે દિવસમાં જ નિધન : શહેર પોલીસ પરિવારમાં શોક છવાયો, સદગતને ગાર્ડ ઓફ ઓનર અપાયું

રાજકોટ પોલીસમાં કોરોના વોરીયરના અવસાનનો પ્રથમ બનાવ, મૂળ ભાવનગરના ભડલી ગામના વતની, જામનગરમાં પ્રથમ પોસ્ટિંગ

રાજકોટઃ
રાજકોટ શહેર પોલીસના કન્ટ્રોલ રૂમમાં ફરજ બજાવતા આર્મ કોન્સ્ટેબલ પ્રદ્યુમનસિંહ પ્રવિણસિંહ ગોહિલ (ઉ.વ. 46) નું કોરાના સંક્રમણના કારણે અવસાન થતાં પોલીસ પરિવારમાં ઘેરા શોકની લાગણી છવાઈ છે. તેઓને ગાર્ડ ઓફ ઓનરના સન્માન સાથે અંતિમ વિધાય અપાઈ હતી.

કોરોના વોરીયર્સ કોન્સ્ટેબલ પ્રદ્યુમનસિંહ ગોહિલ છેલ્લા કેટલાક દિવસોથી નાદુરસ્ત તબિયતના કારણે રજા પર હતા. તા. 8 સપ્ટેમ્બરના રોજ તેઓનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જેથી તેઓને રાજકોટ સિવિલની કોરોના હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. પોલીસ સ્ટાફના જણાવ્યા મુજબ રિપોર્ટ આવ્યા બાદ શરૂઆતમાં તેમની તબિયત સારી હતી. પરંતુ ત્યારબાદ એકાએક આજે તેઓની તબિયત લથડી હતી અને સંક્રમિત થયાના બે દિવસમાં જ નિધન થયું હતું. રાજકોટ પોલીસમાં કોરોના વોરીયર્સના અવસાનનો આ પ્રથમ બનાવ છે. તેમના નિષ્પ્રાણ દેહને હોસ્પિટલના પટાંગણમાં જ પોલીસ જવાનોએ ગાર્ડ ઓફ ઓનરનું સન્માન આપ્યું હતું. અને અશ્રુભીની આંખે પોલીસ પરિવારે અંતિમ વિદાય આપી હતી. પ્રદ્યુમનસિંહના અવસાનથી તેમના પરિવારમાં પણ ગમગીની છવાઈ છે.

ભાવનગરના ભડલી ગામના વતની હતા

કોરોના વોરીયર્સ કોન્સ્ટેબલ પ્રદ્યુમનસિંહ ગોહિલ મૂળ ભાવનગર જિલ્લાના ભડલી ગામના વતની હતા. હાલ તેઓ રાજકોટમાં જ પોતાના પરિવાર સાથે રહેતા હતા. તેમને સંતાનમાં એક પુત્ર દિગ્પાલસિંહ છે. જેઓએ આ વર્ષે જ ધોરણ 12 સાયન્સ બોર્ડની પરીક્ષા આપી હતી. પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. 'પ્રદ્યુમનસિંહ સરળ અને મળતાવડા સ્વભાવના હતા, રાજકોટ પોલીસમાં હંમેશા તેઓની યાદગિરી રહેશે' એટલું કહી સાથી સ્ટાફના પોલીસ જવાનો અશ્રુભીની શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે.

જામનગર જિલ્લામાં પ્રથમ પોસ્ટિંગ

પ્રદ્યુમનસિંહએ 1998માં પોલીસની ડ્યુટી જોઈન કરી હતી. જામનગરમાંથી જ તેઓની ભરતી થઈ હતી અને પ્રથમ પોસ્ટિંગ પણ જિલ્લાના જામખંભાળીયા-સલાયામાં થયું હતું. ત્યાંથી તેઓની બદલી રાજકોટ શહેર પોલીસમાં થઈ હતી. પ્રથમ અહીં રીડર શાખામાં પોસ્ટિંગ અપાયું હતું. ત્યારબાદ ટ્રાફિકશાખામાં લાંબો સમય ડ્યુટી નિભાવી, હાલ તેઓની બદલી હેડ ક્વાર્ટરમાં થયા બાદ કન્ટ્રોલ રૂમની કામગીરી પણ સોંપાઈ હતી.


Related News

Loading...
Advertisement